બીજિંગ,તા.૧૮
ચીનમાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ચીનમાં સરકારના આલોચક અને કાર્યકર્તાઓ ટ્વીટરનો અને અન્ય વિદેશી સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ અત્યાર સુધી છૂટછાટ સાથે કરતા હતા પરંતુ હવે ચીને તેના પર કડકાઈ લાદવાનું શરૂ કરી દીધું છે. ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારાથી અલગ જે અવાજ ઉઠાવે છે તેને દબાવવાનું અભિયાન શરૂ કરી દેવાયું છે.
ચીને હવે ઈન્ટરનેટ સેન્સરશિપની ગ્રેટ ફાયરવોલ વિદેશી સાઈટ પર પણ લાગુ કરી છે. ચીનમાં લોકો વીપીએન સોફ્ટવેરનો ઉપયોગ કરી શકતા અને બ્લોક કરેલી સાઈટ સુધી પહોંચી શકે છે પરંતુ હવે સરકારને ભય છે કે આ સાઈટોનો ઉપયોગ રાજનીતિક ગતિવિધિ માટે કરી શકાય છે તેથી ટ્વીટર સહિતની સાઈટો પર બાજ નજર રાખવાનું શરુ કરી દેવાયું છે.
ચીની કાર્યકર્તાઓ અને અન્ય ટ્વીટર યુઝર્સે આ મામલે કહ્યું હતું કે પોલીસ તેમના પર સંવેદનશીલ ટ્વીટ ડિલીટ કરવા દબાણ કરી રહી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વીપીએન સોફ્ટવેર પર નિયંત્રણ વધાર્યું છે. ચીને સાઈબરસ્પેસ વહીવટીતંત્રએ સોમવારે કહ્યું હતું કે મેસેજિંગ એપ વીચેટ અને ટ્વીટર પરથી ૯૮૦૦ એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. આ એકાઉન્ટ રાજકીય રીતે નુકસાનકારક માહિતી અને અફવા ફેલાવતા હોવાનું જણાવાયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




