કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને ધારાસભ્યએ ૧.૮ કરોડની કાર ગિફ્ટ આપતા વિવાદ

0
29

બેંગ્લોર,તા.૨૦
કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસી નેતા સિધ્ધારમૈયાને લઈને નવો જ વિવાદ જાગ્યો છે. કોંગ્રેસના જ સૌથી ધનિક ધારાસભ્ય બી સુરેશે સિધ્ધારમૈયાને ૧.૮ કરોડની કાર ગિફ્ટ આપી હોવાની ચર્ચાએ કર્ણાટકના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે.
બી સુરેશ પાસે લગભગ ૪૧૬ કરોડ રુપિયાની સંપત્તિ છે.આ આંકડો તેમણે ચૂંટણી લડતી વખતે સોગંદનામામાં દર્શાવ્યો હતો.તેઓ સિધ્ધારમૈયાની બહુ નિકટના ગણાય છે.બંને નેતાઓ કર્ણાટકના કુરબા સમુદાયમાંથી આવે છે.જે રાજ્યની પછાત જાતિઓમાં ગણાય છે.
જોકે આ અહેવાલને સુરેશે ફગાવી દીધા હતા.તેમણે કહ્યું હતુ કે જે કારની વાત થઈ રહી છે તે મારી જછે અને તેને મેં સિધ્ધારમૈયાના ઘરની સામે પાર્ક કરી હતી.શક્ય છે કે તેમને તો આ વાતની ખબર પણ ના હોય.
અન્ય એક કોંગ્રેસીનેતા શિવકુમારનુ કહેવુ છે કે ક્યારેક ક્યારેક અમે એક બીજાની કારનો ઉપયોગ કરતા હોય છે.આ કોઈ મુદ્દો જ નથી.શું કોઈ રેકોર્ડ છે કે ગિફ્ટ લેવાઈ હોય અથવા અપાઈ હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY