સત્ર પૂરું થવા આવ્યુ છતાં ગણવેશ અને પુસ્તકો ન મળ્યા તથા શિષ્યવૃતિ ન મળી હોવાના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો

0
211

સુરતમાં શિક્ષણ સમિતિની બેઠક તોફાની બની,ભાજપ પર કોંગ્રેસનો આક્ષેપ
સુરત,તા.૧૫
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે તોફાની બની હતી. વિપક્ષ કોંગ્રેસે ભાજપ શાસકો દ્વારા થતા હોવાથી બાળકોને યોગ્ય શિક્ષણ મળતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ શાસકોના અધિકારી દબાવી રાખતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
જ્યારે સામે બાજુ શાસક પક્ષ ભાજપની ફાઈલ કોંગ્રેસના સભ્યો એક્ટિવ હોવાની સીસીટીવી ફૂટેજ હોવાનો આક્ષેપ કર્યો હતો. આવા આક્ષેપ-પ્રતિઆક્ષેપને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ઉગ્ર બની હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપઅધિકારીને નિવૃત્તિ પછીના લાભો આપવા માટેના ભાજપના નિર્ણય સામે કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભાજપ શાસકોના કૌભાંડને જાણવા માટે શાસનાધિકારી ૩૨ સ્મૃતિપત્ર છતાં પણ ફાઇલ અને માહિતી ન આપતા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
આ ઉપરાંત પસ્તી વેચાણમાં પણ ભાજપ શાસકોએ મોટું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. સ્ટેટ બેંક દ્વારા શિક્ષકોના ખાતા ખોલવામાં આવે છે પણ વિદ્યાર્થીઓના ખાતા ન ખોલવામાં આવતા વિદ્યાર્થીઓને એક કરોડથી વધુની શિષ્યવૃત્તિ મળી શકી નથી.
કોંગ્રેસના આક્ષેપ સામે પક્ષે ભાજપે કહ્યું હતું માહિતી ન મળતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ખોટો છે. વિપક્ષ અને તમામ માહિતી તથા ફાઇલ વાંચવા આપવામાં આવે છે પરંતુ વિપક્ષી સભ્યો વ્યક્તિને સાથે લઈ ફાઈલના ફોટા પાડીને માહિતીનો દુર ઉપયોગ કરે છે. આ માહિતી સમિતિના cctv કેમેરામાં પણ કેદ થય છે આ ઉપરાંત પસ્તીનો નિકાલ પણ નિયમ મુજબ થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY