અમદાવાદ,તા.૧૫
હર ઘર કો છતના સૂત્રને સાર્થક કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાને આગામી ૩૧-૧૧-૧૮ સુધીમાં સંપન્ન કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. હાલના અહેવાલ અનુસાર નિર્ધારિત લક્ષ્યાંકમાં ૭૫ હજાર આવાસનું કામ બાકી છે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યના બાકી ૭૫ હજાર આવાસને એક રોડ મેપ તૈયાર કરીને દરેક જિલ્લાને સોંપી દેવામાં આવ્યો છે. દરેક જિલ્લાના અધિકારીઓને આ માર્ગદશિર્કાનો ચુસ્ત અમલ કરવાની સાથે અધિકારીઓને બેઠકો બોલાવવાના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓને આવાસોમાં બાંધકામની પ્રગતિ જાવા ખાસ આદેશ કરવામાં આવ્યા છે.
કેટલાક જિલ્લાઓમાં લેન્ડ સમિતિની બેઠકો નિયમિત નહી મળતી હોવાની ગંભીર બાબતો સરકાર સમક્ષ આવી છે. જેની નોંધ લેવામાં આવી છે. સરકારે અગાઉ ઇન્દિરા આવાસ, સરદાર આવાસ યોજનાનો સર્વે કરીને વિગતો આપવા જણાવેલ છે. આ સર્વે આગામી ૧૫ દિવસમાં સરકાર સમક્ષ આવી જશે.
સરકાર અતિ મહત્વના નિર્ણયની અમલવારી કરવા જઈ રહી છે. ઈન્દિરા આવાસને ૧ જાન્યુ.૨૦૧૯થી બંધ કરવા જઈ રહી છે તો સરદાર આવાસ યોજનાના બાકી લાભાર્થીને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લઈ જવાની તૈયારીમાં હોવાનાં સંકેતો સચિવાલય વતુર્ળમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






