મી-ટૂમાં ફસાયેલા એમજે અકબરે હું પણ ચોકીદાર લખતા બોલિવૂડ અભિનેત્રી ભડકી

0
46

ન્યુ દિલ્હી,તા.૧૮
Twitter …h ‘Main Bhi Chowkidar’ હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અગ્રણી નેતાઓએ ટિવટર પર પોતાનું નામ બદલી નાખ્યું છે. પોતાના નામની આગળ લગાવી દીધો છે- ચોકીદાર શબ્દ. આગામી લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે આમ કરાઈ રહ્યું છે. ભાજપ દાવો કરી રહ્યું છે કે ચોકીદાર છે તો દેશ સુરક્ષિત છે. અને ટિવટર પર આ અભિયાન સાથે જાડાનાર એક નેતા એટલે એમ.જે.અકબર. જેમનું નામ વાદવિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે.
છેલ્લે એમ.જે.અકબરનું નામ ભારતમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલી #Metoo મૂમેન્ટ સાથે જોડાયું હતું. એમ.જે.અકબરે પોતાનું નામ બદલ્યું અને ‘ચોકીદાર’ અભિયાન પર ટિવટ કર્યું, લખ્યું,
“હું MainBhiChowkidar અભિયાન સાથે જોડાઈને ગર્વ અનુભવી રહ્યો છું. દેશને પ્રેમ કરતી વ્યકિત હોવાના કારણે ભ્રષ્ટાચાર, ગંદકી, ગરીબી અને આતંકવાદને હરાવવા અને દેશને વધુ સારો, મજબૂત અને સુરક્ષિત બનાવવામાં હું સંપૂર્ણપણે સહયોગ આપીશ.
તેમના પર સતત આરોપો લાગતા રહ્યાં પરંતુ તે મૌન રહ્યા. ના આરોપો સ્વીકાર્યા, ના તો નકાર્યા. પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું નૈતિક દબાણ હતું. પણ ના જાતે રાજીનામુ આપ્યું કે ના તો સરકારે મંત્રીમંડળમાંથી બરતરફ કર્યા. જે પ્રકારના આરોપો લાગી રહ્યા હતા, તે જાતાં પક્ષે તો કાર્યવાહી કરવી જ જોઈતી હતી. પરંતુ ભાજપ તરફથી કોઈ એક્શન ન લેવાયા.
રેણુકા શહાણે એક એવું જ નામ છે. #Meto અભિયાનની વાત હોય કે રાજનૈતિક પાર્ટીઓને જવાબ આપવાની વાત હોય. ત્યારે હવે MainBhiChowkidar લઈને પણ રેણુકાએ ટિપ્પણી કરી છે. એમ.જે.અકબરની ટ્‌વીટને રિટ્‌વીટ કરીને રેણુકાએ લખ્યું, “જા તમે ચોકીદાર છો તો કોઈ મહિલા સુરક્ષિત નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY