જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન તેની પીઠ માટે જોખમભર્યું છે

0
7

ફિઝિયોલોજીના લેક્ચરર ડૉ.સાઇમન ફેરોસનું નિવેદન
વિક્ટોરિયા,તા.૧૧
બુમરાહને તેના બોલિંગ એક્શનના કારણે પીઠના નીચલા ભાગમાં ઇજા થવાની સંભાવના છે. ફિઝિયોલોજીના લેક્ચરર ડો. સાઇમન ફેરોસને લાગે છે કે જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન તેની પીઠ માટે જોખમ ભર્યું છે.
ફેરોસ અને પ્રખ્યાત ફિઝિયો જાન ગ્લોસ્ટર ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ડિકિન યુનિવર્સિટીના રમત વિભાગમાં છે. જેમને ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન પર અભ્યાસ કર્યો છે. ફેરોસે કહ્યું કે બુમરાહ ફ્રંટ ફુટની લાઈન બહાર બોલ રિલીઝ કરે છે. તેથી તેઓ બોલને ‘પુશ’ કરી શકે છે. મોટાભાગે તેઓ આ રીતે રાઇટ હેન્ડ બેટ્‌સમેનને શાનદાર સ્વિંગ બોલ કરી શકે છે.
વધુ ઉમેરતા તેમને કહ્યું કે જો તેઓ ૪૫ ડિગ્રીથી વધુના એંગલમાં બોલિંગ કરશે તો આ એક્શનથી બુમરાહને કરોડરજ્જુના નીચલા ભાગમાં ઇજા થવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અને એક્સપટ્‌ર્સને લાગે છે કે બુમરાહ લાંબા ગાળા સુધી ઇજા વગર નહીં રહી શકે. જોકે ફેરોસ અને ગ્લોસ્ટરે અમુક પોઝિટિવ વાતો પણ કરી.
ફેરોસે કહ્યું કે કરોડરજ્જુના નીચલા ભાગ અને ખભાના એક્શનની સાથે બોલિંગ કરવાના એક્શનને જાતા બુમરાહનો એક્શન સુરક્ષિત છે. આના કારણે તેની બેક-બોન પર વધુ દબાણ નથી પડતું. જ્યારે ગ્લોસ્ટરે કહ્યું કે બુમરાહનું અલગ એક્શન તેને સતત આવી શાનદાર બોલિંગ કરવામાં મદદ કરે છે ખાસ કરીને યોર્કરમાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY