કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ખેડૂતો-હાર્દિક મુદ્દે રજૂઆત કરી

0
19

ભાજપની અહંકારી સરકાર ખેડૂતપુત્ર હાર્દિક સાથે સીધો સંવાદ સાધે : કોંગ્રેસ
ગાંધીનગર,તા.૬
હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જેમાં લલીત વસોયા સહિતના ધારાસભ્યોએ સરકાર સાથે ક્યા મુદ્દે મંત્રણા થઈ શકે તે મુદ્દે હાર્દિક સાથે ચર્ચા કરી હતી.
ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલ સાથે ચર્ચા કરવામાં સરકાર પાછી પાની કરી રહી છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાનો સમય માંગવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સમય માગ્યો હતો. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને મળવાનો સમય ફાળવ્યો હતો. દિલ્હીથી આવી મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં કોંગ્રેસના ૨૫ જેટલા ધારાસભ્યો હાર્દિકના સમર્થનમાં આવ્યા હતા.
હાર્દિકના ઉપવાસ અને ખેડૂતના દેવા માફી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસે સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. કોંગ્રેસ આવતીકાલથી ૨૪ કલાકનું ઉપવાસ આંદોલન કરશે. કોંગ્રેસનું ઉપવાસ આંદોલન સવારે ૧૧ વાગ્યાથી શરૂ થશે.
મુખ્યમંત્રી રૂપાણી સાથેની વાતચીત બાદ પત્રકારોને સંબોધતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સરકારે અલ્પેશ કથિરિયા સહિતના તમામ પાટીદારો સામે જે ખોટા કેસ કર્યા છે તેને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લેવા જોઈએ. લોકશાહીમાં કોઈ વિરોધ કરે તો તેને દેશદ્રોહી ગણી લેવાની ભૂલ સરકાર ન કરે, નહીંતર તેને ભારે પડી જશે.
કોંગ્રેસે મુખ્યમંત્રીને રાજ્યના ખેડૂતોના દેવાને તાત્કાલિક અસરથી માફ કરવી દેવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસી નેતાઓએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, મોંઘવારી અને પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે રાજ્યનો ખેડૂત પીસાઈ રહ્યો છે. તેને પૂરતી વીજળી કે સિંચાઈનો લાભ પણ મળતો નથી અને સરકાર પોતાનો અહંકાર છોડે અને ખેડૂતોનું કલ્યાણ કરે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY