કિકિ ચેલેન્જ : પોલીસે ભાંગરો વાટ્યો પોસ્ટરમાં જીવતા યુવકને મરેલો બતાવ્યો

0
41

જેને ચેલેન્જ સ્વીકારવા જતા મરેલો બતાવ્યો તે યુવાન જીવતો નીકળ્યો
જયપુર,તા.૨
સોશિયલ મીડિયા પર વાયરલ બનેલી કિકી ચેલન્જ ભારતના વિવિધ શહેરોની પોલીસ માટે પણ માથાનો દુખાવો બની રહી છે.
કિકી ચેલેન્જમાં ચાલતી કારે બહાર નીકળીને ડાન્સ કરીને ફરી કારની ડ્રાઈવિંગ સીટ પર બેસવાનુ હોય છે. આ ચેલેન્જ નહી લેવા માટે પોલીસ લોકોને અપીલ કરી રહી છે પણ અપીલ કરવામાં જયપુર પોલીસે ભાંગરો વાટ્યો છે.
વાત એવી બની છે કે જયપુર પોલીસે કિકી ચેલન્જ નહી સ્વીકારવા માટે કરેલી અપીલના ભાગરુપે સોશિયલ મીડિયા પર યુવાનની હાર ચઢાવેલી તસવીર અપલોડ કરી છે. પોલીસે એવો સંદેશ આપ્યો છે કે ફોટામાં દેખાતા યુવાને કિકી ચેલન્જ પુરી કરવાની લ્હાયમાં જીવ ગુમાવવો પડ્યો છે.
વાત એવી છે કે જેને પોલીસે મૃત જાહેર કર્યો છે તે યુવક જીવતો છે. તેનુ નામ જવાહર સુભાષ ચંદ્ર છે અને તે કોચ્ચીનો રહેવાસી છે. તેના પરિવારજનોએ પોલીસને આ બાબતની જાણકારી આપી છે. જયપુર પોલીસે હવે જણાવ્યું છે કે આ ફોટો એક વેબસાઈટ પાસેથી લેવામાં આવ્યો હતો.
યુવક જવાહરનુ કહેવુ છે કે ફોટો જોયા બાદ કેટલાય લોકોના મારા પર ફોન આવી ચુક્યા છે. મેં ક્યારેય કિકી ચેલન્જ સ્વીકારી નથી. હા ફોટો જોઈને જો લોકો ચેલેન્જથી દુર રહેતા હોય તો મને વાંધો નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY