અમદાવાદ,તા.૧૩
લોકોનો અવાજ મજબુત રીતે ઉઠાવવા માટે અને સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી બાદ તુરંત જ લોક સરકાર લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમયગાળા બાદ પણ હજુ લોક સરકાર લાગુ કરી શકાઈ નથી. કારણ કે કોંગ્રેસમાં લોક સરકારના મંત્રી અને કેબિનેટમંત્રી બનવા માટે કોંગ્રેસના ધારાસભ્યોમાં ટાંટિયાખેંચ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હાલ સત્તા વગરની કોંગ્રેસમાં સત્તા માટે ડખા ચાલી રહ્યા છે. કોંગ્રેસમાં હાલ એક સંધાયને તેર તૂટે જેવી સ્થિતિ ચાલી રહી છે. હાલ ચૂંટણીઓ સામે આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં સત્તા માટે નહીં પરંતુ MLAના મિનિસ્ટર બનવા માટે હોડ લાગી છે. કોંગ્રેસ દ્વારા સરકારને ભીંસમાં લેવા લોક સરકાર લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ તે હજી સુધી શક્ય બન્યું નથી. હાલ કોંગ્રેસમાં લોક સરકારમાં મંત્રી બનવા માટે ડખો ચાલી રહ્યા છે.
કોંગ્રેસના સિનિયર સ્ન્છને લોકસરકારમાં કેબીનેટમંત્રી બનાવવાની યોજના બનાવી હતી. જ્યારે નવા ચૂંટાયેલા MLAને રાજ્યકક્ષાનો હવાલો આપવાની યોજના ઘડાઈ હતી. પરંતુ હાલ મળી રહેલા અહેવાલ મુજબ ખૂદ પ્રમુખ પણ લોકસરકારમાં મંત્રી બનવા રિસાયા છે. કોંગ્રેસમાં અંદરો અંદરની ખેંચતાણના કારણે લોકસરકાર ડખે ચડી ગઈ હોય તેવું જણાઈ રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે, ૩ જુલાઈના રોજ લોકસરકાર લોન્ચ કરવાનું હતુ ઓયોજન કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ આખો મામલો દિલ્હી દરબારમા ગયો છે, છતા તેનું કોકડૂ ઉકેલાયુ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


