ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના પ્રભારી અશોક ગેહલોટ દ્રારા ગુજરાત ના ૧૨ જિલ્લાઓના પ્રમુખની યાદી જાહેર કરાઈ હતી.
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જિલ્લા પ્રમુખની વરણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં
પ્રભારી અશોક ગેહલોટ દ્રારા ૧૨ જિલ્લાનાં બાકી રહેલા જિલ્લા પ્રમુખની આજ રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા કોંગ્રેસી નેતા પરિમલસિંહ રણાની વરણી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા પ્રમુખની જાહેરાત થતાં પરિમલસિંહ રણાના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.ઘણા લાંબા સમય થી બદલાવ ની રાહ જોતા યુવા કાર્યકરો માં ફરી એકવાર ઉત્સાહ ફેલાયેલો જોવા મળી રહ્યોં છે
અંતે એ ઉલ્લેખનીય છે કે પીઢ કાર્યકરો પણ પ્રિમલસિંહ ની પસંદગી ને આવકારી તો રહ્યા છે પણ ચૂંટણી આવતા સુધી આ ઉત્સાહ તાકી રહે તો નક્કી કોંગ્રેસ આવનારા સમય માં અચૂક સારો દેખાવ કરી શકે તેમ રાજકીય પંડિતો માની રહ્યાં છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



