અમદાવાદ-મુંબઈના હાઈવે પર વાહનોની લાંબી લાઈનો

0
23

મુંબઇ,તા. ૨૫
દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે વાહન વ્યવહારને માઠી અસર થઇ છે. નેશનલ હાઈવે-૮ મુંબઈ-અમદાવાદ પર જળબંબાકારની Âસ્થતિના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આશરે સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા પેસેન્જર ગાડીઓમાં રહેલા લોકો અટવાઈ પડ્યા હતા. અનેક જગ્યાઓએ ઘુંટણ સુધીના પાણઈ ભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે મુંબઈથી ઉપડતી અને ગુજરાતના જુદા જુદા ભાગો સુધી આવતી ટ્રેન સેવાને અસર થઇ હતી જેના લીધે લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ ઉપર વાહનો ખોરવાઈ પડતાં તેની માઠી અસર જાવા મળી રહી છે. વિરાર અને સુરત વચ્ચે ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાંદરા ટર્મિનસ, દાદર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ પર આવનાર તમામ ટ્રેનો મોડેથી પહોંચી રહી છે. આ Âસ્થતિમાં સુધારો ધીમે ધીમે થઇ રહ્યો છે. અનેક જગ્યાઓએ ટ્રાફીક ડાયવર્ઝનની Âસ્થતિ સર્જાઈ છે. વરસાદના કારણે દાદરના ટીટી સર્કલ અને હિન્દ માતા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત ખાર સબવે, અંધેરી સબ વે અને મલાડ સબવેમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રાફિક પર પ્રતિકુળ અસર થઇ હતી. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે પૂર્વીય ઉપનગરમાં ૧૨૨ મીલીમીટર વરસાદ થયો છે. પશ્ચિમ ઉપનગરીયમાં ૧૪૧ મીલીમીટર વરસાદ થયો છે. તમામ લોકલ ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડેથી ચાલી રહી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. વડોદરામાં પણ ભારે વરસાદના લીધે જનજીવન ઉપર અસર થઇ છે અને મુંબઈ સાથે કનેક્શનને અસર થઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY