અમદાવાદ,તા. ૫
શહેરમાં દિવસેને દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ગઇકાલે સીટીએમ પાસે એક સાથે ચાર ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. જો કે તેમના હાથમાં કંઇ લાગ્યું નહોતું અને તેમના માટે ધરમધક્કો સાબિત થયો હતો. જેને પગલે તસ્કરો છેવટે કંઇક તો ચોર્યુંના સંતોષ માટે સીસીટીવીનું ડીવીઆર લઇને નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારોને લઇ એકબાજુ રજા અને વેકેશનનો માહોલ છવાયો છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં તસ્કરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસ માટે તસ્કરોને પકડવા એ સૌથી કપરી અને પડકારજનક કામગીરી બની રહી છે. કારણ કે, મોટાભાગના કિસ્સામાં તસ્કરો ચોરીના બનાવને અંજામ આપવામાં સફળ રહેતા હોય છે, તેથી પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગઇકાલ મોડી રાત્રે કેટલાક તસ્કરોએ સીટીએમ પાસે સુરોલિયા એસ્ટેટમાં આવેલી ચાર ઓફિસને નિશાન બનાવી હતી. તસ્કરોએ ચારેય ઓફિસના શટર તોડ્યા હતાં. પરંતુ તેમના હાથમાં કંઈ લાગ્યું નહોતું. જેથી ચોરો એક ઓફિસના સીસીટીવીનું ડીવીઆર લઇ ગયા હતા. આ તમામ ઘટનાક્રમ બાજુની ઓફિસના સીસીટીવીમાં કેદ થયો હતો. ત્યાર બાદ આ અંગે રામોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


