અમદાવાદ,તા.૨૨
મણીનગર રેલ્વે સ્ટેશન હવે અમદાવાદનો ઈતિહાસ બને તો નવાઈ નહીં, કારણ કે બુલેટ ટ્રેનનાં રૂટમાં મણિનગર રેલ્વે સ્ટેશન આવતું હોવાંથી મણીનગર રેલ્વે સ્ટેશન તોડી પડાશે. મણિનગર રેલ્વે સ્ટેશન પર જ બુલેટ ટ્રેનનાં કોરિડોર પિલ્લર બનશે. જેથી હવે મણિનગર રેલ્વે સ્ટેશનને અન્ય સ્થળે ખસેડાશે તેવા અહેવાલ મળી રહ્યા છે.
મણિનગરના રેલ્વે સ્ટેશન પર બુલેટ ટ્રેનના પિલરને કારણે આખું રેલ્વે સ્ટેશન તોડવાનો વારો આવ્યો છે. આ સિવાય અમદાવાદથી વટવા વચ્ચે ત્રીજા ટ્રેક પણ બનશે. મણિનગર રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુએ ઝુંપડપટ્ટીઓ હટાવીને ત્યાં વિસ્તરણ કરાશે. રેલ્વે સ્ટેશન ખસેડવા રેલ કોર્પોરેશનને તેમની ડિઝાઇન પણ રેલ્વેને સુપરત કરશે. મણિનગરનું રેલ્વે સ્ટેશન તૂટતા નવું રેલ્વે સ્ટેશનને બનાવવા માટે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા અલગથી બજેટ ફાળવવમાં આવશે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી ટ્રેન ૩૨૦ સેકન્ડમાં ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. બુલેટ ટ્રેનો મુંબઈ અને સાબરમતી વચ્ચેનાં દરેક સ્ટેશનો પર ઉભી રહેશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રસ્તાવિત કોરિડોરનું કામ મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ થી શરૂ થઇને અમદાવાદનાં સાબરમતી રેલ્વે સ્ટેશન પર પૂર્ણ થઇ જશે.
અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશનને ૨૪ કોચની ટ્રેન ઉભી રહે તેવી ક્ષમતાવાળું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું ૫૦૮ કિ.મીનું અંતર અઢી કલાકમાં કાપશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કોસ્ટ અંદાજીત ૧૨૫ કરોડની આસપાસ છે. સરકારનું આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં આ ટ્રેનને દોડાવવાનું આયોજન કર્યું છે. બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઇ જશે ત્યારે સામાન્ય માણસને ઘણા ફાયદો મળશે. બુલેટ ટ્રેનનું ભાડું ૨૫૦૦થી ૩૦૦૦ની આસપાસ રહેશે. આ ટ્રેનમાં એક ટ્રીપમાં ૭૦૦ પેસેન્જરની ક્ષમતા રહેશે. જો કે એજન્સી જાપાનીઝ ૫૬ ડ્રાઇવરોની નિમણૂંક પણ કરાશે. ભરતી કરેલાં ૩૬૦ કર્મચારીઓને જાપાનમાં સ્પેશિયલ ટ્રેનીંગ અપાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



