પરિણીતા સાથે પ્રેમ કરવો યુવકને ભારે પડયો, લોકોએ નગ્ન કરી માર માર્યો

0
75

દાહોદ,તા.૨૭
આજકાલ લોકો છાશવારે કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. તેઓ જાતે જ ન્યાયપાલિકા બનીને તાલિબાની નિર્ણયો પર આવી જાય છે. આવા અનેક બનાવો બનતા હોય છે, ત્યારે દાહોદનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકોએ પ્રેમી-પંખીડાઓના બૂરા હાલ કર્યા હતા.
ફતેપુરા તાલુકાના કાળિયા ગામનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પરણીત પ્રેમી તથા પરણીત પ્રેમિકા ભાગી ગયા હતા. જોકે ત્યાર બાદ ગ્રામજનોએ તેમને પકડી લીધા હતા. એટલુ જ નહિ, ગ્રામજનોએ યુવક તેમજ પ્રેમી પંખીડાને જાહેરમાં માર માર્યો હતો.
લોકોએ યુવક તેમજ યુવતીને નગ્ન કરી જાહેરમાં માર માર્યો હતો. જેનો ત્યાં ઉભેલા લોકોએ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે વીડિયો જોઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY