મોધીબેન મકવાણા કન્યા છાત્રાલય ખાતે સ્ટેચ્યુ અનાવરણ કરાયું

0
19

સુરેન્દ્રનગર માં સ્વ.મોંઘીબેન ની પ્રતિમાં ની અનાવરણ ની વિધિ
સુરેન્દ્રનગરમાં આવેલ સ્વ.મોંઘીબેન શિક્ષણ શંકુલમાં આજે તેમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાન અને રાજ્ય સભાના સભ્ય અહેમદભાઈ પટેલ હાજર રહ્યા હતા. સંસ્થા દ્વારા પછાત સમાજની બાળાઓને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર નું સિંચન માટે કામ કરતી આ સંસ્થા કાર્ય કરી રહી છે.તે સંકુલમાં પર પ્રતિમા અનાવરણ તેમજ કોમ્પ્યુટર હોલ,ભોજનલયની અર્પણ વિધિના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કોંગ્રેસના ધારાસભ્યો  નૌશાદ સોલંકી, સોમાભાઈ પટેલ, ઋત્વિજ ભાઈ,રાજુભાઈ પરમાર,શૈલેષભાઇ પરમાર તેમજ સંસ્થાના આગેવાનો અને કોંગ્રેસ ના કાર્યકર્તા હાજર રહ્યા હતા.

અહેમદ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષણ મહત્વનું છે. અને સંસ્થાના આગેવાનો તે માટે કાર્ય કરે છે તે મહત્વનું છે. અને બેટી બચાવો બેટી પઢાવો તે કાર્ય સુંદર છે. અને તેને જાગૃત કરવું પણ જરૂરી છે. પણ ખરેખર સરકાર દ્વારા જાહેરાત માટે વધુ રૂપિયા ખર્ચાય છે. કોંગ્રેસનો અભિગમ સ્પષ્ટ છે કે રાષ્ટ્રના હીતમાં જે પગલાં ભરવામાં આવશે તેને સાથ સહકાર આપીશું. તેવી વાત પણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન નું પાણી બંધ કર્યું તે ખાલી જાહેરાત છે તેવી વાત પણ તેમને કહી હતી અને અગાવ પણ આવી જાહેરાત 2016 માં પણ કરી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY