દાહોદ,તા.૧૮
સબંધોને શર્મશાર કરતી ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે જ્યાં એક ૧૯ વર્ષીય કોલેજીયન યુવતીને ત્રણ હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી પીંખી નાખતા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાહોદના એક ગામમાં એક પૂર્વ પ્રેમી પોતાની ૧૯ વર્ષીય પ્રેમીકાને લગ્ન કરવા માટેની લાલચ આપી જબરજસ્તી કરી લઈ જતો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો પોતાની બે મોટરસાઇકલો લઈને આવી પ્રેમીને બાંધી કિશોરી સાથે ત્રણ ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચરતા પોલીસે પ્રેમી સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.
દાહોદ જિલ્લાના એક ગામની ૧૯ વર્ષીય કિશોરીને ઝાલોદ તાલુકાના આંબા ગામનો રહેવાસી તેનો પૂર્વ પ્રેમી અજિત બારિયા કિશોરીને બળજબરી પૂર્વક લગ્નના ઇરાદે દાહોદના રામપુરા ખાતેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને કિશોરી સાથે જબરજસ્તી કરતો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો બાઈક ઉપર ત્યાં આવી પહોચ્યા હતા અને પ્રેમીને માર મારી તેને બાંધી દઈ તેમજ યુવતીના પણ હાથ બાંધી ત્રણેય ઇસમોએ વારાફરતી કિશોરી સાથે દૂષકર્મ ગુજાર્યુ હતું.
ત્રણે આરોપીઓ તે યુવતીને માર મારી શરીર ઉપર પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. દુષ્કર્મ આચરનાર આરોપીઓ (૧) મનુ પલાસ, રહે.માતવા તા.દાહોદ (૨) સુરમલ માવી, રહે.રાબડાલ તા, દાહોદ (૩) શૈલેષ ડામોર રહે. ખારીવાવ ફ. વાંદરિયા તા દાહોદ તેમજ ભગાવી જનાર પૂર્વ પ્રેમી અજિત બારિયા એમ ચારેય આરોપી વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસે ૈંઁઝ્ર ૩૬૬,૩૭૬(ડી),૩૨૩,૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



