સીબીઆઈ ચીફ આલોક વર્માના સ્થાને એમ.નાગેશ્વર કાર્યકારી ડાયરેક્ટર બનાવાયા CBI સંગ્રામ : વર્મા-અસ્થાનાને ‘રજા’,૧૩ અધિકારીઓની સામૂહિક બદલી

0
31

હાઇ પ્રોફાઇલ મામલે તપાસ માટે ડીઆઇજી તરૂણ ગૌબા, એસપી સતીશ ડાગર અને જાઇન્ટ ડાયરેક્ટર વી મુરૂગેશનની વરણી કરાઈ,સીબીઆઈએ ૧૦-૧૧મો ફ્લોર સીલ કર્યો હોવાનું સૂત્રો પાસેથી મળતી જાણકારી
ન્યુ દિલ્હી,તા.૨૪
સીબીઆઈમાં ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા જબરદસ્ત વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કેસમાં દખલગીરી કરી છે. કેન્દ્ર સરકારે કડક પગલાં ઉઠાવતા સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર કરી દીધા છે. વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ૧૦મો અને ૧૧મો ફ્લોર સીલ કરી દેવામાં આવ્યો છે. અને અધિકારીઓને તેમજ કર્મચારીઓને અંદર પ્રવેશ માટે મનાઇ કરાતા પરત મોકલવામાં આવી રહ્યા છે. રાવ હાલ સીબીઆઈમાં જાઈન્ટ ડાયરેક્ટર પદે હતા. ૧૯૮૬ની બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારાંગલ જીલ્લાના રહેવાસી છે.
એજન્સીએ તેમના ૧૩ ઓફિસરોની તાત્કાલિક ટ્રાન્સફર કરી દીધી છે. તેમાં તે અધિકારીઓ પણ સામેલ છે જે વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના પર લાગેલા આરોપની તપાસ કરી રહ્યાં હતાં. પોતાના ૧૩ અધિકારીઓની બદલી કર્યા બાદ CBIએ હાઇ પ્રોફાઇલ મામલે તપાસ માટે ડીઆઇજી તરૂણ ગૌબા, એસપી સતીશ ડાગર અને જાઇન્ટ ડાયરેક્ટર વી મુરૂગેશનની વરણી કરી છે.
ગુજરાત કેડરના આઈપીએસ એ . કે. શર્માની પણ બદલી કરી દેવાઈ છે. સીબીઆઈમાં સાગમટે બદલીઓ કરી દેવાઈ છે. આ ઉપરાંત અરુણ શર્માને જેડી પોલીસ, જેડી એન્ટી કરપ્શન હેડક્વાર્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે. છઝ્ર-૩ના ડીઆઈજી મનીષ સિન્હાને પણ તેમના પદથી હટાવી દેવામાં આવ્યા છે.
ડીઆઈજી તૌર્ન ગૌબા, ડીઆઈજી જસબીરસિંહ, ડીઆઈજી અનિશ પ્રસાદ, ડીઆઈજી કે. આર. ચૌરસિયા, એચઓબી રામગોપાલ અને એસપી સતીષ ડગરની બદલીઓ કરવામાં આવી છે.
ડીવાયએસપી સીબીઆઈ એ. કે. બસ્સીને પોર્ટબ્લેયર એસીબીમાં ડીવાયએસપી તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સીબીઆઈના એડિશનલ એસપી એસ. એસ. ગુમની જબલપુર એસીબીમાં બદલી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં રાવને તાત્કાલીક વર્માના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ પોતાન જ સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં તેમના પર માંસના વ્યાપારી મોઈન કુરેશી પાસેથી ૩ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ મામલે દખલગીરી કરી હતી. ડાયરેક્ટર આલોક વર્માની વડાપ્રધાન સાથે મુલાકાત થઇ અને એક જ કલાકમાં આ કેસ સાથે સંકળયેલા ડીએસપી રેંકના અધિકારી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરાઇ હતી. તેના થોડા કલાકો પછી અધિકારીઓના ઠેકાણાઓ પર પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.
બીજી બાજુ, આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો પર કેસ કરવાના સીબીઆઈના નિર્ણયને રાકેશ અસ્થાના સહિત દેવેન્દ્ર કુમારે કોર્ટમાં પડકાર્યો છે. સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમારે તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા લાંચના આરોપોના સંબંધમાં પોતાની ધરપકડને પડકારતા ગઈકાલે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટે આ મામલે આગામી સુનાવણી ૨૯ ઓક્ટોબરે મુલતવી રાખી છે. કોર્ટે જણાવ્યું કે ૨૦ ઓક્ટોબરે સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા રાકેશ અસ્થાના પર લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપશે. કોર્ટે રાકેશ અસ્થાનાની ધરપકડ પર રોક લગાવી છે અને આ મામલે યથાસ્થિતિ બનાવી રાખવા જણાવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY