દાહોદ,તા.૭
દાહોદ જિલ્લામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડાને વનવિભાગે કોટંબી ગામ પાસેથી રેસ્કિયું કરીને પાંજરે પુરી દીધો છે. રેસ્કીયું બાદ દીપડાને પાવાગઢ ખાતે રેસ્ક્્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી નરભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે રાત-દિવસ એક કર્યા હતા. દીપડાને પકડવા માટે વનવિભાગના કર્મચારીઓને બંધુક સાથે પાંજરામાં પણ બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત દીપડાને પકડવા માટે રાત્રીના સમયે વનવિભાગના કર્મચારીઓ સતત જાગતા હતા. મહામહેનત બાદ હવે દીપડાને પકડવામાં વનવિભાગને સફળતા મળી છે. દીપડાએ માણસની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના અનેક પશુઓને પણ શિકાર બનાવ્યા હતા. જેથી લોકો દીપડાથી ત્રસ્ત થઇ ગયા હતા. અને આ દીપડાને પકડી પાડવા માટે વનવિભાગને રજૂઆતો પણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


