મુંબઈ,તા.૭
દેશમાં વિવિધ શહેરો અને સ્થળોના નામ બદલવાનો હજુ શરૂ જ છે. શિવસેનાએ ફરી રામ નામનો સહારો લઇ મુંબઇની માલાબાર હિલનું નામ બદલીને રામનગર કરવાની માંગ કરી છે. શિવસેનાના નેતા દિલીપ લાંડેએ બૃહદમુંબઇ મહાનગરપાલિકામાં આ માંગ કરી છે.
શિવસેનાના નેતા દિલીપ લાંડે તરફથી કરવામાં આવેલા પ્રસ્તાવને BMCમાં ૧૩ ડિસેમ્બરે સાંભળવામાં આવશે. તેમને આશા છે કે, તેમનો પ્રસ્તાવ કોઇ પણ પ્રકારની મુશ્કેલી વિના પાસ કરી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે, માલબર હિલ અંગ્રેજાએ આપેલું નામ છે. જા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઘણાં બ્રિટીશ નામોને ભારતીય નામોમાં બદલી શકે તો માલાબાર હિલનું નામ કેમ બદલી શકાય નહી. તેમણે તેમ પણ જણાવ્યું કે, મ્સ્ઝ્ર પાસે એક બુક છે જેમાં ઉલ્લેખ છે કે ભગવાન રામ અને લક્ષ્મણ લંકા જતી વખતે અહીં રોકાયા હતા. જેને તેઓ પુરાવા તરીકે રજૂ કરશે.
ઉલ્લેખનિય છે કે, મુંબઇનો માલાબાર હિલને VIP વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ઘણાં સિનિયર મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



