ભાજપા-કોગ્રેસ સિવાય બીટીપી પણ લડવાની હોવાથી જીત કોની થશે નક્કી નથી.
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા ખાતે એકમાત્ર ચાકલીયા તાલુકા પંચાયતની સીટ ખાલી પડી હતી.જે હાલમા જાહેરનામું બહાર પડ્યા બાદ ફરીથી ચુંટણી યોજાશે.ભાજપા ના ઉમેદવાર દ્વારા રાજીનામું આપતા આ સીટ ખાલી પડી હતી.હાલમા આ એક તાલુકા સીટ ભાજપા કોગ્રેસ માટે મહત્વ એટલા માટે બની શકે કેમ કે આવનારી પંચાયતની ચુંટણીમાં સતાપરીવર્તન થઈ શકે.ભાજપા કોગ્રેસ ઉપરાંત પહેલીવાર બીટીપી ચાકલીયા તાલુકા સીટ ઉપર પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની હોવાથી કોની જીત થશે એ કહેવુ શક્ય નથી. ભાજપા કોંગ્રેસને પોતાની જીત જાળવી રાખવા તમામ પ્રકારની રણનીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે બીટીપી પણ પોતાની નવી રણનીતિ સાથે પોતાના ઉમેદવાર ને ઉતારવા તમામ પ્રકારની રણનીતિ ઘડી દેવામાં આવી છે.લોકસભા વખતે માથાનો દુખાવો બનનાર બીટીપી ફરી એકવખત ભાજપા કોગ્રેસને જીત મેળવવા મુશ્કેલી ઉભી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


