વિશ્વની સૌથી શક્તિશાળી ૧૦૦ મહિલાઓમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણનો સમાવેશ

0
5

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ આ યાદીમાં ટૉચ પર
ન્યૂયોર્ક,તા.૧૩
નિર્મલા સીતારમણને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર પરત લાવવાના પ્રયાસોમાં હજુ સુધી સફળતા મળી નથી પરંતુ તેમના કામની ચર્ચા વૈશ્વિક સ્તરે થઇ રહી છે. ફોર્બ્સે નિર્મલા સીતારમણને વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે. આ યાદીમાં એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નડાર મલ્હોત્રા, બાયોકોનના ફાઉન્ડર કિરણ મજમૂદાર શોના નામ પણ સામેલ છે.
ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ યાદીમાં ૩૪ ક્રમે, રોશની નડાર મલ્હોત્રા ૫૪માં ક્રમે અને કિરણ મજમૂદાર શો ૬૫માં ક્રમે છે. જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ આ યાદીમાં ટોચ પર છે. બીજા નંબરે યુરોપીયન સેન્ટ્રલ બેંકના પ્રેસિડન્ટ ક્રિસ્ટિન લગાર્ડે છે. અમેરિકાની સાંસદ અને સ્પીકર નૈંસી પલોસી ત્રીજા ક્રમે છે. પાડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ યાદીમાં ૨૯ ક્રમે બિરાજમાન છે.
આ ઉપરાંત ફોર્બ્સની યાદીમાં મિલિન્ડા ગેટ્સ છઠા ક્રમે, આઈબીએમના સીઈઓ ગિની રોમેટી નવમાં ક્રમે, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડન ૩૮માં ક્રમે, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાક્ના ટ્રમ્પ ૪૨માં ક્રમે, સિંગર રિહાના ૬૧માં ક્રમે, બિયોન્સે ૬૬માં ક્રમે, ટેલર સ્વિફ્ટ ૭૪માં ક્રમે, ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ૮૧માં ક્રમે અને ક્લાઈમેટ એક્વિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ ૧૦૦માં ક્રમે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY