આઝાદીના 70 સાલ પછી તાત્કાલિક સવર્ણોને 10% અનામત આપીને લાગુ કરવામાં આવે છે.જે 10% અનામતનો સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવતો હોય તો એસસી,એસટી અને ઓબીસી સમાજના સંવિધાનીક અધિકારો સંપુર્ણ રીતે અમલીકરણ કેમ કરવામાં આવતા નથી.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે 50% થી વધારે અનામત આપી શકાતુ નથી.તો આ સવર્ણોને અનામત સંવિધાનના દાયરામા રહીને આપવામાં આવ્યું છેકે કેમ.10% અનામત આપવા બાબત ક્યારે સંવિધાનમા સંશોધન કરવામાં આવ્યું.જ્યારે આદિવાસી સમાજને ભારતીય બંધારણમાં આપવામાં આવેલી અનુસૂચિ 5 અને 6 નો સરકાર દ્વારા અમલીકરણ કરવામાં કેમ નથી આવતુ.સરકાર 10% અનામતને એક અઠવાડિયામાં લાગુ કરતી હોય તો આઝાદીના 70 પછી પણ અનુસૂચિ 5 અને 6 નો અમલ કરવામાં સરકાર કેમ ડરે છે.આ દેશ જો સંવિધાનના આધારે ચાલતો હોય તો આજે અનુસૂચિ5 અને 6 સંપુર્ણ પણે લાગુ પડી હોત.પણ જે તે સરકારન અનુસૂચિ 5 અને 6 લાગુ કરવાના બદલે સંવિધાનના વિરુદ્ધમાં જઈને દેશ દ્રોહનુ કાર્ય કરે છે.આદિવાસી સમાજ સંવિધાનીક અધિકાર માટે લડત લડે તો એમને નક્સલવાદના નામે સરકાર ડરાવી ધમકાવી એમના ઉપર અત્યાચારો ગુજારે છે.જો સરકારને ખરેખર વિકાસ કરવો હોય તો અનુસૂચિ5 અને 6નુ સંપુર્ણ પણે અમલીકરણ કરાવે.આદિવાસી સમાજનો આપોઆપ વિકાસ થશે.જો સરકાર સવર્ણોને 10 અનામત આપવાની વાત કરતી હોય તો આદિવાસી સમાજને 100% અનામત આપવાની વાત કરવી જોઈએ.આમ ખરેખર અનુસૂચિ5 વિસ્તારમાં 100% આરક્ષણ આદિવાસીઓનુ હોવુ જોઈએ.કલેક્ટર થી લઈને પટાવાળા સુધીનો કર્મચારી આદિવાસી હોવો જોઈએ.સંવિધાનમા જે આપેલુ છે એમનુ સંપુર્ણ પણે અમલીકરણ ક્યારે થશે.આમ.આદિવાસી સમાજનો કોઈપણ સરકાર વિકાસ નહી પરંતુ સંપુર્ણ વિનાશ કરવા માંગતી હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.
વિપુલ ભુરિયા દાહોદ 9712098607
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


