ભરૂચના કોલેજ રોડ વિસ્તારમાં મામા અને ભાણેજની લડાઈમાં ભાણેજે મામાને માર મારીને મોત ને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગયો હતો.
મળતી માહિતી મુજબ ભરૂચના જે.પી કોલેજ સામે સતનામનગર વિસ્તારમાં રહેતા કચરો વિણનાર નું કામ કરનાર રાજેશ રાણા તેમના પરિવાર સાથે રહેતા હતા.તેમની સાથે તેમની બે બહેનો પણ પોતાના પરિવાર સાથે રહે છે. બહેનના છોકરો નિલેશ ભુરિયા અને તેના માસા શાતું વચ્ચે કચરા વીણવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બનેવ ની બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.જેમાં નિલેશના મામા રાજેશ રાણા બનેવને છોડાવવા પડતા ઉશ્કેરાયેલા
ભાણેજ મામા સાથે પણ મારા મારી ચાલુ કરી દીધી હતી.જેમાં ભાણેજે મામાને છાતીમાં લાત મારીને ગુપ્તાંગના ભાગે પણ લાતો મારીને પાડી દીધો હતો. ત્યાર બાદ ભાણેજે મામાને ગળું દબાવીને મારી નાખવાની કોશિશ પણ કરી હતી.પરંતુ ત્યાર પહેલા તો મામાનું ઘટના સ્થળ પર શરીરમાં કોઈ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
બનાવ સંદર્ભે સી ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






