ડમ્પરે મોપેડ સવારને અડફેટે લેતા બે યુવક પૈકી એકનું મોત

0
39

ડમ્પરે મોપેડ સવારને અડફેટે લેતા બે યુવક પૈકી એકનું મોત

બોડેલીના નસવાડી માર્ગ પર વણીયાદ્રી નર્મદા કેનાલ પાસેથી બે યુવકો મેસ્ટ્રો મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે રેતી ભરીને સુરત તરફ જતા એક હાઈવા ટ્રકે મોપેડ ને ટક્કર મારતા બન્ને યુવકો માર્ગ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી ,ત્યારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વણીયાદ્રી ગામના કિરણ તડવી ઉ.વ.22 અને દિલીપ તડવી ઉ.વ.21 બન્ને યુવકો મેસ્ટ્રો મોપેડ પર તાંદલજાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેનાલ પાસે કોટન જીન પાસે રેતી ભરેલી એક હાઈવા ટ્રક પુરપાટ સુરત તરફ જઈ રહી હતી તેના ચાલકે બેફિકરાઈ થી હંકારીને મોપેડ ને અડફેટે લીધી અને બન્ને યુવકો માર્ગ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી . જેઓને દવાખાને 108 મારફતે લઈ જવાયા

સ્મશાન યાત્રા સામે 20 ટ્રકોના કાચ તોડાયા

મૃતક કિરણની સ્મશાન યાત્રા વણીયાદરીથી ઓરસંગ નદીમાં આવતી હતી. ત્યારે મોડાસર ચોકડી પર રેતી ભરેલી 20 જેટલી ટ્રકો પસાર થતી હતી. તે સમયે રોષે ભરાયેલા ગ્રમજનોએ ટ્રકોના કાચ તોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગ્રામજનોનો રોષ પારખીને ટ્રકો મૂકીને ચાલકો ભાગી ગયા હતાં. રેતીની ટ્રકની ટક્કરથી કિરણ નામના આશાસ્પદ યુવકનું મોત થયું અને મોટી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળી ત્યારે રેતીની ટ્રકો પસાર થતી હતી ત્યારે સ્વાભાવિક પણે ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ઇમરાન મન્સૂરી
છોટાઉદેપુર બોડેલી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY