ડાંગ કલેક્ટર બી.કે.કુમારે આપ્યુ જમીન સંબંધિત ઉપયોગી માર્ગદર્શન..

0
236

વનપ્રદેશ એવા ડાંગ જિલ્લાના વનવાસી, આદિવાસી પ્રજાજનોને મળેલી વન અધિકાર અધિનિયમ હેઠળની જમીન બાદ, તેમને પ્રાપ્ત થયેલા મહેસૂલી અધિકારો સહિત લાભાર્થીઓને મળતા વિવિધ લાભો અંગે, પ્રજાજનોને માર્ગદર્શન આપતા ગુજરાત વિધાનસભાની અનુસૂચિન જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી મોહનભાઇ ઢોડિયાએ, મહેસૂલી યોજનાઓ કાર્યક્રમોની જાતમાહિતી અને અભ્યાસઅર્થે સમિતિ પ્રજાજનોની વચ્ચે આવી છે તેમ બરમ્યાવડ ખાતે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું.

મીની વિધાનસભા જેવી સત્તા ધરાવતી અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિની રચનાનો ઉદૃેશ, અને તેના કાર્યોની સમજુતી આપતા શ્રી ઢોડિયાએ મહેસૂલી કાયદા, યોજનાઓ ગ્રામસ્તરે અમલીકરણ માટે સુસંગત છે કે કેમ ? તેની પૃચ્છા કરી, પ્રજાજનો પાસેથી કાયદાઓ, નિયમોની ઉપયોગિતાની જાણકારી મેળવી હતી.

ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધતા શ્રી મોહનભાઇ ઢોડિયાએ પ્રજાપ્રશ્નો, રજુઆતો મેળવી સંબંધિત અધિકારીઓને તેના સાનુラકૂળ ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.

સમિતિ સભ્યો એવા સર્વશ્રી કુબેરભાઇ ડિંડોળ (સંતરામપુરા), ભૂપેન્દ્રસિંહ ખાંટ (મો.હડફ), અભેસિંહ તડવી (સંખેડા), શૈલેષ ભાભોર (લીમખેડા), રમેશ કટારા (ફતેપુરા), અને અરવિંદભાઇ પટેલ (ધરમપુર) વિગેરેએ પણ પ્રજાજનો સાથે સંવાદ સાધી, તેમના પ્રશ્નો, મુશ્કેલીઓનો તાગ મેળવ્યો હતો. દરમિયાન ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે પ્રજાજનોની જમીન બાબતની ફરિયાદો, રજુઆતો, પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ બાાબતે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. શ્રી કુમારે જિલ્લામાં ચાલી રહેલી વારસાઇ નોંધણી ઝુંબેશની કામગીરીની વિગતો આપી, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વિધવા સહાય યોજના જેવી સામાજિક યોજનાઓમાં હાથ ધરાયેલી કામગીરીની પણ વિગતો રજુ કરી હતી.

કલેક્ટર શ્રી બી.કે.કુમારે વારસાઇ સહિત બ્લોક વિભાજન (ખાતા ફોડ), રી સર્વે, સરકારી મિલકતોનો ડેટા બેઝ એકત્ર કરવાની ચાલી રહેલી કામગીરી, નવી-જુની શરતોની જમીન, નવી-અવિભાજ્ય પ્રકારની જમીન, ૭૩ એએ, જરાયત,પિયત હેઠળની જમીન, વાડાની જમીન, આદિવાસીની જમીનમાં બિન આદિવાસી વ્યક્તિઓએ બનાવેલા મકાનો જેવા મુદૃે સૂક્ષ્મ સમજ સાથે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

એ.પી.એમ.સી. ચેરમેન શ્રી વિજયભાઇ પટેલે, ડાંગના ખાતેદારોને જમીનને એન.એ. કરાવવાની પરવાનગી આપવા સહિત, નવી અને જુની શરતની જમીનના જટીલ કાયદાઓમાં સુધારો થાય તે આવશ્યક છે તેમ જણાવી, આ બાબતના સુધારાની આવશ્યક્તા ઉપર ભાર મુક્યો હતો. વારસાઇ સહિત બ્લોક વિભાજન બાબતે પણ શ્રી પટેલે ગ્રામજનોવતી રજુઆત કરી હતી.

ગિરિમથક સાપુતારાની તળેટીમાં આવેલા બરમ્યાવડ ગામની જાતમુલાકાતે પધારેલી ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના કાર્યક્રમની શરૂઆત, બરમ્યાવડ પ્રાથમિક શાળાની બાળાઓની પ્રાર્થના તથા સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી. મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનોએ કમિટિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રાંત અધિકારી શ્રી ડી.કે.વસાવાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે અંતે માજી ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે આભારવિધી આટોપી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સ્થાનિક સદસ્યા શ્રીમતી હંસાબેન પટેલ સહિત બરમ્યાવડ અને આસપાસના ગામોના સરપંચો, સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકરો, બરમ્યાવડ શિવધામના ગુરૂજી શ્રી એવાજુ બાબા, ગાંધીનગરથી પધારેલા ગુજરાત વિધાનસભાના ઉપસચિવ શ્રી વિનોદ રાઠોડ, સેકશન ઓફિસરો સર્વશ્રી કમલેશ ભટૃ, અને વિષ્ણુભાઇ પટેલ, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, મામલતદાર શ્રી પી.બી.ગવળી, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ.ડી.વણકર સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ, માહિતી વિભાગની ટીમ, બરમ્યાવડ તથા આસપાસના ગામોના પ્રજાજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાજનો સાથેના સંવાદ બાદ કમિટિના સભ્યોએ બરમ્યાવડ સ્થિત શિવધામની પણ મુલાકાત લીધી હતી. સાથે ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત, ગિરિમથકના વિવિધ પર્યટન સ્થાળોની પણ સમિતિએ જાતમુલાકાત લીધી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY