નડિયાદમાં શુક્રવારના રોજ અભયમ મહિલા સંમેલન યોજાશે.

0
216

મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ-કાર્યક્રમોની જાણકારી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર તથા જિલ્‍લા પ્રશાસન ખેડા-નડિયાદ દ્ધારા તા.૩૧-૦૮-૨૦૧૮ને શુક્રવારના રોજ બપોરના ૩.૦૦ કલાકે ઇપ્‍કોવાલા ટાઉન હોલ, નડિયાદ ખાતે ‘‘અભયમ મહિલા સંમેલન’’નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મહિલા સંમેલનના અધ્‍યક્ષસ્‍થાને ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ જયારે મુખ્‍ય મહેમાન તરીકે સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત રાજય મહિલા આયોગના અધ્‍યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી ઉપસ્‍થિત રહેશે.

નડિયાદ ખાતે અભયમ મહિલા સંમેલન મહિલા સુરક્ષાની થીમ આધારિત યોજવામાં આવ્‍યું છે. આ સંમેલનમાં ખાસ કરીને મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી કરેલ મહિલાઓ, મહિલાઓને મદદરૂપ સંસ્‍થાઓ, વ્‍યક્તિઓનું સન્‍માન કરવા સાથે ૧૮૧ ની કામગીરીનો પરિચય, ૧૮૧ મોબાઇલ એપથી મહિલાઓને અવગત કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY