રાજપીપલા:
નર્મદા જિલ્લાની 8 ગ્રામપંચાયતો માટે 43 સરપંચો અને 247 સભ્યો માટે આજે સવારના 8 વાગ્યાથી મતદાન શાંતિપૂર્ણ શરુ થઈ ગયું છે ડેડીયાપાડા માં 55 અને નાંદોદ માં 2 બુથો મળી કુલ 57 બુથો પર ચૂંટણી યોજાઈ રહી છે ,રાજ્યમાં ગ્રામપંચાયતો ની ચૂંટણી ને લઈને રાજકીય પાર્ટીઓ અને સરકાર બંને સજ્જ બની છે ત્યારે આજ રોજ ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓ ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લો પણ સજ્જ થયો છે નર્મદા માં 8 ગ્રામપંચાયત ની ચૂંટણી છે ડેડીયાપાડા માં માલસામોટ, મોરજડી, આંબાવાડી, ગઢ, ડુમખલ, અને બલ આમ કુલ 7 ગ્રામપંચાયતોમાટે મતદાન થઇ રહ્યું છે જેના માટે 55 બુથો છે અને નાંદોદ માં માત્ર વાઘેથા ગ્રામ પંચાયત ની ચૂંટણી છે જેમાં બે બુથો છે , 43 સરપંચ ઉમેદવારો અને 251 સદસ્ય ઉમેદવારો ચૂંટણી ના જંગ માં ઝંપલાવ્યું છે. મતદારો આજે તેમનું ભવિષ્ય નક્કી કરી નાખશે તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને મતદારો પણ લાંબી લાંબી કતારો માં ઉભા રહી મતદાન માટે ઉત્સાહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"