ડાંગ જિલ્લામાં તા.રરમી સપ્ટેમ્બરથી ખેલ મહાકુંભનો ધમધમાટ શરૂ થશે

0
61

સ્વર્ણપરી સરીતા ગાયકવાડ અને ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત સહિત સેંકડો સફળ ખેલાડીઓને પ્લેટફૉર્મ પુરૂ પાડનારા રાજ્ય સરકારના ખેલ મહાકુંભની એક વધુ સ્પર્ધા, ડાંગ જિલ્લામાં આગામી તા.રરમી સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહી છે.

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.કુમાર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાના સીધા માર્ગદર્શન હેઠળ, જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ, ૨૦૧૮ની ડાંગ જિલ્લાની સ્પર્ધાઓ પૈકી આહવા, વધઇ અને સુબિર તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા.રરમી સપ્ટેમ્બરથી, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.૨૭મી સપ્ટેમ્બરથી, અને દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભની સ્પર્ધાઓનો તા.પમી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકા કક્ષાની સ્પર્ધાઓ અંતર્ગત તા.રર/૯/ર૦૧૮નાં રોજ સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે તમામ ગૃપ માટે કબડૃી સહિત રસ્સા ખેંચ, તા.ર૪/૯/ર૦૧૮નાં રોજ આ જ સ્થળે તમામ ગૃપ માટે ખો-ખો, અને યોગાસન, તા.રપ/૯/ર૦૧૮નાં રોજ ડાંગ ક્લબ-આહવા ખાતે તમામ ગૃપ માટે વોલીબોલ, અને શુટીંગ બોલ, તથા તા.ર૬/૯/ર૦૧૮નાં રોજ ડાંગ સ્વરાજ આશ્રમ-આહવા ખાતે તમામ ગૃપ માટેની ચેસ સ્પર્ધા, અને સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે તમામ ગૃપ માટે એથ્લેટીક્સની સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી છે.

તેજ રીતે વધઇ તાલુકામાં પણ તા.રર/૯/ર૦૧૮નાં રોજ તમામ ગૃપ માટે કબડૃી, અને રસ્સાખેંચ, તા.ર૪/૯/ર૦૧૮નાં રોજ ખો-ખો અને યોગાસન, તા.રપ/૯/ર૦૧૮નાં રોજ વોલીબોલ, અને શુટીંગ બોલ, તથા તા.ર૬/૯/ર૦૧૮નાં રોજ તમામ ગૃપ માટે ચેસ, અને એથ્લેટીક્સની સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી છે. વધઇ તાલુકાની તમામ સ્પર્ધાઓ સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા-વધઇ ખાતે યોજાનાર છે.

જ્યારે નવજ્યોત હાઇસ્કૂલ-સુબિર ખાતે આયોજિત સુબિર તાલુકા માટેની ખેલ મહાકુંભની સ્પર્ધાઓ અંતર્ગત તા.રરમી સપ્ટેમ્બરે તમામ ગૃપ માટેની કબડૃી, અને રસ્સાખેંચ સહિત તા.ર૪મી સપ્ટેમ્બરે ખો-ખો, અને યોગાસન, તા.રપમી સપ્ટેમ્બરે વોલીબોલ અને શુટીંગ બોલ, તથા તા.ર૬મી સપ્ટેમ્બરે તમામ ગૃપ માટેની ચેસ, અને એથ્લેટીક્સની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ બાદ તા.૨૭/૯/ર૦૧૮થી શરૂ થઇ રહેલી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓના નિયત કાર્યક્રમ અનુસાર તા.ર૭/૯/ર૦૧૮નાં રોજ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લાકક્ષાની તમામ ગૃપ માટેની ફૂટબોલ સ્પર્ધા સહિત, સરકારી માધ્યમિક શાળા-આહવા, અને તાલુકા શાળા-આહવા ખાતે લોન ટેનિસની સ્પર્ધાઓ, તા.ર૮/૯/ર૦૧૮નાં રોજ સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે તમામ ગૃપ માટેની યોગાસન સ્પર્ધા, તા.ર૯/૯/ર૦૧૮નાં રોજ નવજ્યોત હાઇસ્કૂલ-સુબિર ખાતે તમામ ગૃપ માટેની બાસ્કેટ બોલ, અને ડાંગ ક્લબ-આહવા ખાતે તમામ ગૃપ માટેની શુટીંગ બોલ સ્પર્ધા, તા.૧/૧૦/ર૦૧૮નાં રોજ એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-આહવા ખાતે તમામ ગૃપ માટેની ટેબલ ટેનિસ સહિત, સંતોકબા ધોળકિયા વિઘામંદિર-માલેગામ ખાતે તમામ ગૃપ માટેની હેન્ડબોલ સ્પર્ધા, તા.૩/૧૦/ર૦૧૮નાં રોજ નવજ્યોત હાઇસ્કૂલ-સુબિર ખાતે તમામ ગૃપ માટેની રસ્સાખેંચ, સહિત ખો-ખો, અને સંતોકબા ધોળકિયા વિઘામંદિર-માલેગામ ખાતે તમામ ગૃપ માટેની વોલીબોલ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે.

તા.૪/૧૦/ર૦૧૮નાં રોજ સ્પોર્ટ્‍સ કોમ્પ્લેક્ષ-સાપુતારા ખાતે તમામ ગૃપ માટેની કુસ્તી, અને જુડો, શીલ્પી હોટલ-સાપુતારા ખાતે તમામ ગૃપ માટેની સ્વીમીંગ, તથા સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે તમામ ગૃપ માટેની ટેકવેન્ડો ઉપરાંત કબડૃીની સ્પર્ધાઓ યોજાનાર છે. તા.પ/૧૦/ર૦૧૮નાં રોજ ડાંગ ક્લબ-આહવા ખાતે અન્ડર-૧૪ બેડમિન્ટન ઉપરાંત તા.૬/૧૦/ર૦૧૮નાં રોજ અહીં અન્ડર-૧૭ બેડમિન્ટન સ્પર્ધા સહિત, સંતોકબા ધોળકિયા વિઘામંદિર-માલેગામ ખાતે તમામ ગૃપ માટેની હોકી, સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે તમામ ગૃપ માટેની સ્કેટીંટ, અને ચેસની સ્પર્ધાઓ યોજાનાર છે.

તેજ રીતે તા.૭/૧૦/ર૦૧૮નાં રોજ ડાંગ ક્લબ-આહવા ખાતે ઓપન એઇજ ગૃપ માટેની બેડમિન્ટન સ્પર્ધા, તા.૮/૧૦/ર૦૧૮નાં રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-સાપુતારા ખાતે એથ્લેટીક્સની સ્પર્ધા, તા.૯/૧૦/ર૦૧૮નાં રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ-આહવા ખાતે તમામ ગૃપ માટેની આર્ચરીની સ્પર્ધા યોજવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્પેશ્યલ ખેલ મહાકુંભ આયોજિત કરવામાં આવ્યો છે. જેની સ્પર્ધાઓના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર તા.પ/૧૦/ર૦૧૮નાં રોજ ડાંગ સ્વરાજ આશ્રમ-આહવા ખાતે ફીઝીકલ હેન્ડીકેપ ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, ક્રિકેટ, અને વોલીબોલની સ્પર્ધાઓ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વધઇ ખાતે સ્પેશ્યલ ઓલમ્પિક્સની સ્પર્ધાઓ અંતર્ગત એથ્લેટીક્સ, સાયકલીંગ, અને બોચીની સ્પર્ધાઓ, તથા બ્લાઇંડ ખેલાડીઓ માટેની એથ્લેટીક્સ, ક્રિકેટ, અને ચેસની સ્પર્ધાઓ યોજાનાર છે. આ સ્પર્ધાઓ સીધી જિલ્લાકક્ષાએ યોજાનાર છે.

આમ, ડાંગ જિલ્લાની ગિરિકંદરાઓમાં ધરબાયેલી ખેલપ્રતિભાઓને શોધવાનો વધુ એક પ્રયાસ રાજ્ય સરકાર, અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ખેલ મહાકુંભની આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામીણજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY