ડાંગ જિલ્લામાં કલેક્ટર કચેરી સહિત જુદી જુદી કચેરીઓમાં સંવિધાન દિવસની કરાઇ ઉજવણી  

0
93

આહવાઃ તારીખ ર૬મી નવેમ્બર એટલે સંવિધાન દિવસ. ભારત દેશ જુદા જુદા રાજ્યોનો એક સંધ છે. લોકતાંત્રિક ગણરાજ્ય ભારતમાં સંવિધાન મુજબ સરકાર કાર્ય કરે છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા તા.ર૬મી નવેમ્બર, ૧૯૪૯ના રોજ પસાર થયુ, અને ર૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી પ્રભાવિત થયુ. જેથી તા.ર૬મી નવેમ્બર દેશમાં સંવિધાન દિવસ, અને ર૬મી જાન્યુઆરી ભારતમાં ગણરાજ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, એમ ડાંગના નિવાસી અધિક કલેક્ટર તેરસિંગ ડામોરે જણાવ્યું હતું.

ડાંગ જિલ્લામાં કલેક્ટર કચેરી સહિત જુદી જુદી કચેરીઓમાં અધિકારી/કર્મચારીઓ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટોરેટ ખાતે પણ નિવાસી અધિક કલેક્ટર  ટી.કે.ડામોરના વડપણ હેઠળ મહેસૂલી અધિકારી/કર્મચારીઓએ, બંધારણના આમુખાનું વાંચન કરી, સંકલ્પ લીધો હતો. ભારતના સંવિધાનમાં ૧ર પરિશિષ્ટ, અને ૪૪૬ અનુચ્છેદ છે, તેમ જણાવી ડામોરે આજદિન સુધી ૯૬ જેટલા સુધારા આ સંવિધાનમાં કરાયા છે તેમ પણ પૂરક વિગતો આપતા ઉમેર્યું હતું.

બંધારણનું આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. આમુખ એ બંધારણનો એક ભાગ છે. બંધારણે દેશના દરેક નાગરીકને સમાન હક્કો આપ્યા છે. સાથે સાથે કેટલીક મૂળભૂત ફરજો પણ બતાવી છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ બંધારણની રચના સમયે બંધારણ માટે એક ઉદૃેશ પ્રસ્તાવે રજુ કર્યો હતો. જેને બંધારણના આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યુ છે. એમ પણ તેમણે આ વેળા જણાવ્યું હતું.

દરમિયાન આહવા ખાતેની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે પણ આચાર્યા ડૉ.હેતલ રાઉતની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળા ડૉ.રાઉતે બંધારણની વિસ્તૃત સમજ સાથે વિઘાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.નરેશ મહાકાળે વિઘાર્થીઓને બંધારણ સંબંધી સમજ સાથે સંકલ્પ પણ લેવડાવ્યા હતા.

બંધારણનું આમુખ ઃ ‛અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું, અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ ર૯મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY