ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જીલ્લા દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી એસ.ઓ.જી ભરૂચ તથા પોલીસ માણસો સાથે શીતલ સર્કલ ઉપર વાહન ચેકીંગમા હાજર હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી બાતમી આધારે સફેદ કલરની મારૂતિ સુઝુકી ઇકોકાર નં-61-16-86-8265 ની આવતા ગાડીનો ચાલક તેમજ તેની બાજુમાં બેસેલ ઇસમ પોલીસને જોઇ ગાડી મુકીને નાસી જતા તે ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ગેરકાયદેસરનો પ્રતિબંધીત ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના કવાટર તથા હોલનો જથ્થો કુલ કી.રૂ.૯૦,૩૦૦/- તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ
કી.રૂ.૨,૯૦,૩૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




