શિસ્તબધ્ધ પરેડ અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે યોજાયો ૭૨મો સ્વાતંત્ર્ય પર્વ

0
320

 ગુજરાતના વિકાસ મોડેલનું અનુકરણ દેશમાં થઇ રહ્યુ છે ત્યારે આપણે ગર્વની લાગણી સાથે દેશ અને રાજયના વિકાસમાં સહયોગી બનીએ,તેમ  જણાવતા ૭૨મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ડાંગ કલેકટરશ્રી બી.કે.કુમાર રાષ્ટ્રધ્વજને બાઅદબ સલામી અર્પી,તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું.

રાજય અને  ડાંગ જિલ્લાનો વિકાસ મેપ રજુ કરતાં કલેકટરશ્રી કુમારે દેશની સ્વતંત્રતા માટે પ્રાણ ન્યૌછાવર કરનારા શહિદવીરો, ક્રાંતિવીરો, સ્વાતંત્ર્યસેનાનીઓને પણ  આ વેળાએ યાદ કર્યા હતા.

સૌના સાથ સૌના વિકાસની નેમ સાથે આગળ વધી રહેલા ગુજરાત અને ડાંગની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવાનું આહ્વાન કરતાં કલેકટરશ્રી બી.કે.કુમારે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી.

વરસતા વરસાદમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આયોજીત ૭૨મા સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમ દરમિયન વઘઇની સરકારી ખેતીવાડી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગરબો અને  દેશભકિત નૃત્ય સાથે, આહવાની દિપદર્શન સ્કુલ અને  સરકારી માધ્યમિક શાળા દ્વારા પણ  આકર્ષક અને રંગબેરંગી  સાંસ્કૃતિક કાર્યક્રમોની રજુઆત કરવામાં આવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રથમ ત્રણ કૃતિઓને રોકડ પારિતોષિકોથી નવાજવામાં આવી હતી.

સ્વતંત્રતાનું આ પર્વ એકરીતે વિકાસ પર્વ પણ બની  રહ્યું હતું અહિં ધ્વજવંદન  માટે પધારેલા મહાનુભાવ એવા કલેકટરશ્રી બી.કે.કુમારે વઘઇ તાલુકા માટે રૂ. ૨૫ લાખ અને પીંપરી તથા કાકશાળા ગામના વિકાસ માટે રૂપીયા પાંચ-પાંચ લાખના ચેકો એનાયત કર્યા હતા.

સ્વચ્છવિદ્યાલય પુરસ્કાર યોજના હેઠળ જિલ્લાની ચીકટીયા પ્રાથમિકશાળા, ચિકાર પ્રાથમિકશાળા અને  બિલિઆંબા પ્રાથમિક શાળાને અનુક્રમે  રૂ. ૧૫૦૦૦,  રૂ.૧૨૦૦૦ અને રૂ.૧૦૦૦૦નું  રોકડ પુરસ્કાર પણ એનાયત કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીંપરી, ગાઢવી,કાલીબેલ અને સાકરપાતળને પણ શ્રેષ્ઠતા પુરસ્કારો એનાયત કરાયા હતા.કાલીબેલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાએથી  થયેલા કાયાકલ્પ એવોર્ડ અને પ્રમાણપત્રનું પણ કલેકટરશ્રીના હસ્તે વિતરણ કરાયું હતું.સાથે સાથે સુબિરની ૧૦૮ ટીમના કર્મયોગીશ્રી કપીલ બાગુલને હાઇ રીસ્ક પ્રેગનન્સી માટેનું તથા શ્રીમતિ સંગીતાબેન કામડી સહિત સમીર સૈયદને ૧૦૮ સેવીયર એવોર્ડ એનાયત કરાયા હતા. રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ અંડર-૧૭ હોકી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામની બોયસ અને ગ૯ર્સ ટીમને પણ સન્માનિત કરાઇ હતી  તેમજ વનસંરક્ષણની ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા વનકર્મીઓને પણ  પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા.

કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષ જતન અને સંવર્ધનનો મુક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

પ્રારંભે ડાંગ પોલીસના જવાનો દ્વારા શિસ્તબધ્ધ પરેડ રજુ  કરવામાં આવી હતી. હથિયારી અને બિનહથિયારી પોલીસ ટુકડી સહિત વનપાલ, હોમગાર્ડસ,  જી.આર.ડી., એન.સી.સી., એસ.પી.સી.કેડેટ વિગેરેએ અહિં પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક અને શિસ્તબધ્ધ પરેડ રજૂ  કરી  હતી  જેનું નિરીક્ષણ કલેકટરશ્રીએ કર્યુ હતું.

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બીબીબેન ચૌધરી, ધારાસભ્યશ્રી મંગળભાઇ ગાવિત, પૂર્વ ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ, વાસુર્ણાના રાજવીશ્રી ધનરાજસિંહ સુર્યવંશી, ડાંગના વડીલશ્રી ગાંડાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી, નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી ડી.કે.વસાવા સહિતના અધિકારીશ્રીઓ/ પદાધિકારીશ્રીઓ, મીડીયાકર્મીઓ, માહિતી વિભાગ અને આકાશવાણીની ટીમ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY