

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ નિમિત્તે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કપડવંજ ખાતે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને ભારત માતાની હદયપૂર્વક વંદન કરી ખેડા જિલ્લાના નાગરિકોને આઝાદી દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
K


૭૨માં સ્વતંત્ર પર્વ નિમિત્તે અધ્યક્ષકે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. રાજેન્દ્રભાઇ ત્રિવેદી એ દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નામી અનામી તમામને યાદ કરી નતમસ્તકે વંદના કરવાની સાથે સ્વતંત્રતા સેનાનીઓનું શાલ ઓઢાડી બહુમાન કરી આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ કપડવંજ તાલુકના સર્વાગી વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારી ને અર્પણ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ દેશ માટે શહીદ થવાનો આપણે મોકો નથી મળ્યો પરંતુ દેશ માટે જીવીને આગવું કામ કરી છુટવા માટે પ્રતિબધ્ધ થવાની તક સાંપડી છે, ત્યારે તેનો સદઉપયોગ કરી ગુજરાતની આન, બાન અને શાનને વધારી રાજયની પ્રગતિ માટે કટિબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
ત્રિવેદીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ પ્રગતિના સોપાનો સર કરી રહયો છે, ત્યારે રાષ્ટ્રના વિકાસથી રાજયના વિકાસની વિભાવનાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે. વિકાસના કેન્દ્રમાં જન સામાન્યને રાખીને આધુનિક ટેક્નોલોજીના સમન્વય દ્ધારા વહીવટમાં સંવેદનાસભર ત્વરીત નિર્ણયો લઇને ગુજરાતના ખુણે ખુણાના વિકાસ માટે આ સરકારની પ્રતિબધ્ધતાની પ્રતિતી સૌને થઇ રહી છે.





ત્રિવેદીએ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાકલ્યાણની અને વિકાસ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. સ્વતંત્રતા પર્વે અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી તેમજ મહાનુભાવોના હસ્તે રાજય/રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર રમતવીરો, કર્મયોગીઓ સહિત વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


આ અવસરે શાળાના વિધાર્થીઓ દ્ધારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે કોલેજના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાની શાળા-કોલેજો, વિવિધ સંસ્થાઓ દ્ધારા પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જૂમસિંહ ચૌંહાણ, કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી ર્ડા. અનિલ ધામલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લાખાણી, પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો સહિત શાળા-કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



