ચોકલેટના શોખીનો માટે સારા સમાચાર છે. નવા અભ્યાસમાં ઓસ્ટ્રેલિયન સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ડાર્ક ચોકલેટ દરરોજ ખાવાથી ઘણી બિમારીઓને દૂર રાખવામાં મદદ મળે છે. આમા દાવો કરવામાં આવ્યો છે કે જા ૧૦ વર્ષથી વધુ સમયગાળા સુધી દરરોજ ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો આનાથી ખૂબ જ જાખમી કાર્ડિયેક અથવા તો હાર્ટ એટેકના દર્દીઓને ફાયદો થાય છે. આ ઉપરાંત હાર્ટ એટેકને રોકવામાં પણ મદદ મળે છે. સાથે સાથે સ્ટ્રોકના ખતરાને પણ રોકી શકાય છે. ડાર્ક ચોકલેટના એક નાનકડા હિસ્સાને ખાવાથી પણ ફાયદો મળે છે. મેલબોર્નની મોનાસ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સર્વગ્રાહી અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટ આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી ઘણી ગંભીર પ્રકારની બિમારીઓનો ખતરો પણ ઘટી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ ૭૦ અથવા તો વધુ પ્રમાણમાં કુકા ખટક સાથે ૧૦૦ ગ્રામ ચોકલેટ ખાવામાં આવે તો જાખમને ઘટાડવામાં ખૂબ જ મદદ મળે છે. આ સંશોધનનું નેતૃત્વ કરનાર મુખ્ય નિષ્ણાંત ઇલા જામેરે કહ્યું છે કે ટીમે સર્વગ્રાહી અભ્યાસ બાદ શોધી કાઢ્યું છે કે ૧૦ વર્ષના ગાળામાં ૭૦ મોત અને ૧૫ નોન ફેટલ કાર્ડિયોવેસ્ક્યુલર હુમલાને પ્રતિ ૧૦,૦૦૦ લોકોમાં રોકી શકાય છે. આ અભ્યાસમાં દરરોજ ડાર્ક ચોકલેટના ૧૦ ગ્રામના પ્રમાણને ખાવાથી આરોગ્યના લાભ રહેલા છે. જામેરનું કહેવું છે કે અમારા તારણો સાબિત કરે છે કે ડાર્ક ચોકલેટ થેરાપી ડ્રગ્સ થેરાપીના વિકલ્પ રૂપે છે. કાર્ડિયોવેક્સ્યુલરના હાઈ રિશ્ક લોકો માટે ડાર્ક ચોકલેટ ઉપયોગી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



