જ્યાં જ્યાં નજર મારી પડી, ગુનાહ બધે છે પાપના…

0
4

જ્યાં જ્યાં નજર મારી પડી, યાદી બધે છે આપની… લાડી નરેશ કવિ કલાપીની ક્ષમાપના સાથે મહાનગર મુંબઈ માટે કહી શકાય, જ્યાં જ્યાં નજર મારી પડી, ગુનાહ બધે છે પાપના.
સત્તાવારપણે જાહેર કરેલા આંકડા ચેતવણીની સાયરન વગાડે છે કે આ શહેરમાં વધુ સાવધાન રહેવાની જરૂર છે. બહુ આંકડાબાજી કે ટકાવારીની પળોજણમાં ન પડીએ છતાં એ દિવા જેટલું સાફ છે કે મુંબઈમાં ગયા વરસ કરતાં હત્યા અને બળાત્કાર જેવા જઘન્ય ગુનામાં વધારો થયો છે. આ વૃદ્ધિ નાનાસૂની નથી, પણ પૂરા વીસ ટકા જેટલી છે.
સમય સાથે તાલ મેળવતા સાયબર ક્રાઈમના પ્રમાણ અને કેસમાં વધઘટ થઈ નથી, પણ આવા કેસ ઉકેલવાનો દર એકદમ ચોંકાવનારો અને દયનીય છે. માત્ર ૧૩ ટકા. જા કે, સંપૂર્ણ ચિત્ર નિરાશાજનક નથી. આ અંધારા વચ્ચે ટમટમતા તારલા જેવી હકીકત એ છે કે ચોરી અને ઘરફોડીમાં ઘટાડો નોંધાયો છે. સાયબર ક્રાઈમમાં હેકિંગ, અશ્ર્‌લીલ ઈ-મેઈલ, એસ.એમ.એસ. અને એમ.એમ.એસ.નું પ્રમાણ વધ્યું છે, તો ક્રેડિટ- ડેબિટ કાર્ડ ફ્રોડના કિસ્સામાં મોટો ઘટાડો થયો છે.
હવે આંકડાની દુનિયામાંથી બહાર આવીને સમય, સંજાગો અને વાસ્તવિકતા સમજવાની જરૂર છે. દુનિયામાં મોટાભાગના દેશમાં કોઈને કોઈ ક્રાઈમ વધી જ રહ્યાં છે. માનવીની ડિમાન્ડ વધી છે, સમજ-ધીરજ ખૂટી છે. દેખાદેખીએ ઊંચો કૂદકો માર્યો છે. તો ચલાવી લેવાની વૃત્તિ પાતાળ-ગમન કરી રહી છે. ફેશનની ફિશિયારી અને બ્રાન્ડની લાલચ ઘણાં ગુનાના મૂળમાં છે.
આજની પેઢી પાસે વડીલો માટે સમય નથી, સંજાગો સ્વીકારવાની સમજ નથી અને દૂરદ્રÂષ્ટ નથી. સતત મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપમાં ગુમ થયેલી જનરેશન હવે લાગણી, સંવેદના અને પોતીકાપણાથી જાજનો દૂર જઈ રહી છે. એટલે આવેશ, ઉતાવળ અને હતાશા પાછળ સંતાઈને ગુનાખોરી કિયારે ઘૂસણખોરી કરી જાય છે એની જાણ સુધ્ધાં થતી નથી.
આ બધું ઓછું હોય એમ ટીવી અને ફિલ્મમાં હિંસા અને અશ્ર્‌લીલતા વધુ સ્વીકાર્ય બની રહ્યાં છે. આ ઓછું હોય એમ વેબ સીરિઝ હદ- મર્યાદા ઓળંગી રહી છે. એમાં ઊબકા આવે એવી હિંસા અને માની ન શકાય એવી નગ્નતા કાન ખરી પડે એવા- એટલા અપશબ્દો અનિવાર્ય હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. કોઈ જાતના સેન્સર- નિયંત્રણ વગર આવી વેબ સીરિઝ કોઈ પણ ઉંમરના બાળક માટે મોબાઈલ ફોન થકી હાથવગી બની રહે છે.
માનવ નીત નવી ટેકિનકની શોધ કરતો રહે છે. ને જાણે માનવતા ગુમાવતો જાય છે. ટેકિનકલને અંકુશમાં રાખવાનું કાળા માથાના માનવીના હાથમાં નથી. આ દૈત્ય લાલચુઓના ગુલામ બનીને માનવજાતની ઘોર ખોદી રહ્યો છે. માનવ સમુદાયનું નિકંદન નીકળવા જેટલા નિરાશાવાદી ભલે ન બનીએ પણ કોઈ ભેજાગેપ નેતાના હાથમાં ન્યૂક્લીયર શસ્ત્ર વાપરવાની સત્તા હોય એને શું કહી શકાય?
સમાજના વ્યાપક ચિત્ર પરથી મુંબઈ જેવા મહાનગર પર આંખ ઠેરવીએ તો લાગે કે જીવન પળપળ દોહ્યલું અને અસલામત બની રહ્યું છે. માણસમાંની માનવતા ગૂંગળાઈ રહી છે. પ્રમાણભાનનું બાષ્પીભવન થઈ રહ્યું છે, વિવેકભાન કયાંય દેખાતું નથી અને સહૃદયતા દુર્લભ જણસ બનતી જાય છે. શહેરની વધુ પડતી સવલત, ડિમાન્ડ, પ્રદૂષણ, દેખાદેખી અને આગળ નીકળી જવાની ત્રૂટ ઉતાવળ માનવીનું રાક્ષસીકરણ કરતા જાય છે. એમાં નીરક્ષીરનો વિવેક કિયાય ખોવાઈ જાય છે. સ્થિતિ સંપૂર્ણપણે હાથ બહાર ગઈ નથી. મિશન ઈમ્પોસિબલ નથી, પણ જે ગયું એ પાછું લાવવાની સમજ તથા જે સારું હોય એ અને એટલું જ સ્વીકારવાની વિવેકબુદ્ધિ જરૂરી છે. પોતાના ટૂંકા ગાળાના સ્વાર્થ- નફા વિસરીને સમગ્ર શહેર, રાષ્ટ્ર, વિશ્ર્વ અને માનવજાત માટે વિચારી શકે એવા ખરેખર મૂઠી ઊંચેરા નેતાની જરૂર છે. આજની પેઢીને અનુકરણમાં રસ છે, પણ તેમનું નેતૃત્વ કરી શકે એવા નેતા આગળ આવવા જાઈએ. એ કિયારે થશે? દલીલ ખાતર કહી શકાય કે ગુનાખોરીને ડામવા પોલીસબળ વધારો, આધુનિક શસ્ત્રો લાવો, મોર્ડન ટેÂક્નક અપનાવો, વધુ સીસીટીવી લગાવો, અદાલત- ન્યાયાધીશ- વકીલની સંખ્યા વધારો, માડિયાને શિસ્તબદ્ધ કરો, ભ્રષ્ટાચારને ડામો… ઘણા માર્ગો છે, વિકલ્પ છે, પણ આ બધું અપનાવવવું કે સ્વીકારવું શકય છે? કેટલી હદે થઈ શકશે? એ કરાવશે કોણ? કેવી રીતે?
સરકાર, અમલદારશાહી, સમાજશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓ અને શિક્ષણવિદો જ્યારે સામૂહિક પહેલ કે પ્રયોગ કરે, ત્યારે પણ એ અગાઉ આપણે બધા વ્યકિતગત રીતે કંઈ ન કરી શકીએ? કરી શકીએ. કરવું જ જાઈએ. શરૂઆત ઘરથી કરીએ. સૌ પહેલા મોબાઈલ ફોન નીચે- દૂર મૂકી દો. પોતાના માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રીને સમય આપો. એમની વાત સાંભળો, સમજા અને સાથે જીવો. આ બધી બાબતોનો સીધો સંબંધ ગુનાખોરી ડામવા સાથે છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને આપણે શ્રી ગણેશ કરીએ તો કદાચ થોડું ઘણું જરૂર બચાવી શકીશું. એક નાનકડા દીવડાથી જ્યોત પ્રગટાવીએ તો ઝળહળા થતા વાર લાગશે ખરી? આપણી વચ્ચેના, આપણી અંદરના અપરાધીને અજવાળું બતાવીએ તો ગુનાખોરીના અંધકારભર્યા નરકથી બચી શકાશે.
સર્જનાત્મક અને વિકાસશીલ કારણસર શોધાયેલા અણુ- પરમાણું ખોટા ઈરાદાવાળાના હાથમાં પડીને દુનિયાને નાગાસાકી- હિરોશીમા સુધી લઈ ગયા, એ ઉદાહરણ જૂનું છે, પણ છતાં આપણે ન જાગીએ તો વાંક કોનો? આજની પેઢીને તંદુરસ્ત, સલામત, શાંતિમય અને જીવવા લાયક ભવિષ્ય આપવાનું આપણા હાથમાં જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY