દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા ડેમોમાં નવું પાણી
– 140 ડેમો એવા છે કે, જેમાં 10 ટકા કરતાંય ઓછું પાણી, રાજ્યના 203 ડેમોમાં 23.04 ટકા પાણી
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે જેથી આ વિસ્તાર પાણીપાણી થયો છે. ચોમાસાની શરુઆત થઇ ચૂકી હોવા છતાંય ૬૩ ડેમોમાં સૂકાભઠ્ઠ છે જયારે ૧૪૦ ડેમો તો એવા છેકે,જેમાં ૧૦ કરતાં ય ઓછુ પાણી છે. દક્ષિણમાં ભારે વરસાદ વરસતા એકમાત્ર તાપી જીલ્લામાં દોસવાડા ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ વખતે એવી ચોમાસામાં એવી સ્થિતી સર્જાઇ છેકે,દક્ષિણ ગુજરાતને બાદ કરતાં હજુય ગુજરાતમાં વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વરસાદની ૯૦ કરતાં ય વધુ ઘટ વર્તાઇ રહી છે. ડેમોની સ્થિતી ય હજુય યથાવત રહી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને જામનગરમાં કેટલાંય ડેમોમાં ટીપુય પાણી નથી. માત્ર મહિસાગર જીલ્લાના વણાંક બોરી ડેમમાં ૯૯.૫૮ પાણી ભરાયુ છે. આ ડેમમાં એલર્ટ અપાયુ છે. રાજ્યમાં માત્ર બે ડેમો જ વરસાદી પાણીને લીધે ભરાયા છે.૧૬૮ જળાશયો એવા છે જેમાં ૨૫ ટકા કરતાંય ઓછુ પાણી રહ્યુ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં અત્યારે ૨૬.૫૦ ટકા પાણી છે. ભારે વરસાદ છતાંય દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૨૦.૧૩ ટકા પાણી રહ્યુ છે. કચ્છના ડેમોમાં ૧૩.૨૬ અને સૌરાષ્ટ્રના ડેમોમાં ૧૭.૪૬ ટકા પાણીનો સંગ્રહ છે. મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીની સારી એવી માત્રા છે. ૧૭ ડેમોમાં ૪૬.૭૦ ટકા પાણી સંગ્રહાયેલુ રહ્યુ છે. રાજ્યના ૨૦૩ ડેમોમાં હાલમાં સંગ્રહાયેલા પાણીની ટકાવારી ૨૩.૦૪ છે.ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. નર્મદા ડેમમાં અત્યારે કુલ ૩૭.૬૦ ટકા પાણી છે અને પાણીની આવક વધી રહી છે. ગુજરાતમાં આગામી પાંચેક દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જોતાં ડેમોમાં નવા નીર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


