ધાનેરા,તા.૨૫
ધાનેરા શહેરના પેટ્રોલ પંપ પર લાઈનમાંથી વચ્ચે એક વ્યક્તિને પેટ્રોલ ભરી આપતાં મામલો બિચક્યો હતો. પેટ્રોલ ભરનારને ઠપકો આપતા જેણે પેટ્રોલ પૂરાવ્યું હતું તેણે અભદ્ર ગાળો ભાંડવાનું ન કહેતા ઉશ્કેરાઈને તેણે વિરોધ કરનાર પર હુમલો કર્યો હતો. જેમાં બાપે ૩ દીકરા સાથે મળીને વિરોધ કરનારને માર માર્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયા હતા. આરોપીઓ સામે ફરિયાદીએ ઈપીકો ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને બીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.
પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ બાઈક પર બેસેલા અને એક વ્યક્તિ એક્ટિવા પર બેસેલો દેખાય છે. બંને એકબીજા સામે આંગળી ચીંધતા દેખાય છે. ચાલક થોડું આગળ એક્ટિવા પાર્ક કરીને તેના પરથી ઉતરીને બાઈક પર બેસેલા શખ્સને ધક્કો મારે છે. બંને વચ્ચે તકરાર ચાલે છે. એક્ટિવાથી ઉતરેલો ઈસમ પણ બાઈક પર બેસેલાને ધક્કો મારે છે. બંને વચ્ચે ઝઘડો વઘતાં એક વ્યક્તિ વચ્ચે પડે છે. દરમિયાન એક કારમાંથી ઉતરીને બે ઈસમ દોડતા દેખાય છે, એકેય હાથમાં લાકડી અને હોકી સ્ટિક લઈને દોડી જાય છે. ઝઘડા ગડદાપાટુંનો માર મરાય છે. એકબીજાને લાકડી સ્ટિક સહિતના હથિયારથી માર મરાય છે એકના કપડાં ફાટી ગયેલા દેખાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


