અલ્પેશ ઠાકોરે કરી જાહેરાતઃ બનાસકાંઠાથી ચૂંટણી નહી લડે

0
4

બનાસકાંઠા,તા.૧૯
ઠાકોર સેનાનનું બીડુ ઝડપી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરે હવે બનાસકાંઠામાંથી ચૂંટણી લડવા બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાંથી નહી લડવાની પ્રતિક્રિયા આપી છે. સ્થાનિકો જ્યાંથી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ તે અંગેનું નિવેદન તેમણે જિલ્લાના આગથળા ગામમાં આપ્યું છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં ટિકીટ વહેચણીને લઈને વિવાદ વકર્યો છે.
ઠાકોર સમાજના લોકોએ જ હવે અલ્પેશ ઠાકોરનો વિરોધ પણ કર્યો છે. તે વચ્ચે મધ્યસ્થ સાચવતા અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લામાંથી ચૂંટણી નહી લડવાની વાત કરી છે.
આગામી લોકસભાની ચૂંટણીને પહેલા અનેક નેતાઓ ટિકિટની માગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીની ટિકિટ માટે ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી.
લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને લડાવવા માટે બે જૂથ આમને-સામને આવ્યા હતા. મળતી માહિતી મુજબ બેઠકમાં ઠાકોર સેનાને આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ. આમંત્રણ ન હોવા છતા ઠાકોર સેનાના આગેવાનો બેઠકમાં પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરના નામ મુદ્દે સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY