ધંધુકા-બગોદરા હાઈવે પર બાઇકચાલકે દિવ્યાંગને અડફેટે લીધો, ૧નું મોત

0
28

ધંધુકા,તા.૨
શનિવારે સવારે ધંધુકા-બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. ફેદરા ગામના બસસ્ટોપ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક સવારે ત્રિપગી સાયકલ સવાર દિવ્યાંગને અડફેટે લીધો હતો.
ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ઉના તાલુકાથી ૨૬ જાન્યુઆરીએ નવ ત્રિપગી સાયકલ સવાર દિવ્યાંગો ગાંધીનગર જવા નીકળ્યા હતા.
આગામી ૭મી તારીખે ગાંધીનગર ખાતે દિવ્યાંગો દ્વારા રેલી યોજવાના હતા, તેમના પડતર પ્રશ્નોની રાજય સરકારને રજૂઆત કરવાના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY