ગુજરાતના આદિવાસીઓને પેસા એક્ટ હેઠળ હક્ક મળશે, જીવન ધોરણ ઉંચુ આવશે : નિરંજન વસાવા 

0
172

પેસા એક્ટ માટેની રાજ્ય સરકારે તાલીમ આપવાની શરૂઆત કરી : નર્મદાના પાંચ પ્રતિનિધિએ મેળવી તાલીમ 

રાજપીપળા : અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજના અમલીકરણ માટે ગુજરાત રાજ્યએ પેસા એક્ટ લાગુ કર્યો છે, ત્યારે તમામ જિલ્લા તાલુકાઓમાં પેસા એક્ટ હેઠળ તાલીમ આપી પ્રતિનિધિ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ એક્ટ માં કઈ કઈ જોગવાઈ છે કેવી રીતે આદિવાસીઓને રક્ષણ આપી શકાય એ તમામ બાબતોની તાલીમ આપવામાં આવી જેમાં એક જિલ્લામાં થી એક ટીડીઓ, તલાટીઓ અને સરપંચ સહીતના સરકારી પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવી.

તાજેતરમાં ગાંધીનગર ખાતે નમૅદા જીલ્લામાંથી પાંચ પ્રતિનિધિ ને પેસા એક્ટ ની સમજણ અને તાલીમ માટે બલાવવામાં આવ્યા હતા,પેસા એક્ટ જે સમગ્ર દેશમાં તેમજ ગુજરાતના 13 જીલ્લા અને 50 તાલુકાનો સમાવેશ કરેલ છે. જેમા આદિવાસી સમાજના લોકોને પેસા એક્ટ વિશે સાચી માહિતી મળે અને તેમા મારુ ગામ મારુ સ્વરાજ વિશે.માગૅદશન તેમજ તેના વિશે લોકો માં જાગૃતા આવે તે માટે ટ્રેંનિગ આપવામાં આવી. આ તમામ તાલીમ પામેલ લોકો હવે જિલ્લામાં અન્ય લોકોને તાલીમ અપાશે.

આ બાબતે તાલીમ મેળવેલ કુંવારપરાના સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે પેસા એક્ટ લાગુ કરનાર ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ છે અને જેના થકી આદિવાસીના હક્કો અને લાભો મળશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY