“અમારી છોકરીઓ પાછી આપો, નહિંતર તમારી દીકરીઓ સુરક્ષિત નહીં રહે”

0
253

જયપુર,તા.૨
અવાર નવાર વિવાદોમાં રહેવા ટેવાયેલા ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ હવે લવ જેહાદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લવ જેહાદ બંધ થવી જાઈએ અને ફોસલાવીને જે હિન્દુ યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે તેમની પોતાના ધર્મમાં વાપસી થવી જાઈએ.
જ્ઞાનદેવ આહુજાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે ‘અમારી જે છોકરીઓ ગઈ છે, લવજેહાદનું પ્રલોભન આપીને લઈ ગયા છો, તેના માટે સમય આપીશ. તેમને લાવો નહીં તો પછી ૧૦ ગઈ તો ૨૦, ૨૦ ગઈ તો ૪૦ અને ૪૦ ગઈ તો ૮૦ છોકરીઓ લઈ જઈશું. તમારી છોકરીઓ સુરક્ષિત નહીં રહે.’
આ સાથે જ ભાજપના ધારાસભ્ય આહુજાએ એમ પણ કહ્યું કે ‘જા આમ ન થયું તો આ માટે અપેક્ષિત સંઘર્ષ પણ કરવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે મિસાલ આપતા કહ્યું કે ભગવાન શ્રીરામ તો મર્યાદામાં રહ્યાં, કૃષ્ણ ભગવાને તમામ મર્યાદાઓ તોડીને ધર્મયુદ્ધ કર્યું અને ધર્મની સ્થાપના કરી. જરાસંધ કેવી રીતે મરશે, દુર્યોધન કેવી રીતે મરશે. આ માટે ચાલ, છળ અને સંઘર્ષ કરવો પડે તો કરીશું.

(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY