ગૌહાટી,તા.૨
અસમમાં ચાલી રહેલા દ્ગઇઝ્રની લડાઈ સંસદથી રસ્તા પર ચાલી રહેલો વિવાદ હવે ગુરૂવારે અસમ પહોંચ્યો છે. દ્ગઇઝ્રના વિરોધ કરી રહેલા ્સ્ઝ્રના ૬ સાંસદ અને ૨ ધારાસભ્યની અસમના સિલચર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. આ પછી ્સ્ઝ્રના નેતાએ કહ્યું કે, એરપોર્ટ છોડીને જશે નહીં. તેમજ તેમને આગલી ફ્લાઈટથી જ પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. ્સ્ઝ્ર નેતાઓનો આરોપ છે કે, તેમને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાની વાત કરી હતી પરંતુ તેમની બળજબરી પૂર્વક અટાકયત કરવામાં આવી રહી છે.
્સ્ઝ્રના વરિષ્ઠ નેતાએ અસમ સરકારના આ પગલાંની ટીકા કરી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો કે, સિલચર એરપોર્ટ પર તેમના નેતાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. તેમને સાથે જ કહ્યું કે, જે પણ લોકોને અટકાયત કરવામાં આવી રહી છે તેઓ લોક પ્રતિનિધિ છે. ્સ્ઝ્ર નેતાઓએ કોઇ પણ પ્રકારના કાયદાનો ભંગ કર્યો નથી. લોકોને મળવું તે તેમનો લોકશાહીનો અધિકાર છે.
ઓ બ્રાયને કહ્યું કે, હાલ સિલચરમાં સુપર ઈમરજન્સી ચાલી રહી છે. આ તરફ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, તે વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને તેથી તેમની અટકાયક કરવામાં આવી રહી છે. જે નેતાઓની અટકાયત કરવામાં આવી છે તેમાં પ.બંગાળના મંત્રી સિરાજ હકીમ, રાજ્યસભાના બે અને લોકસભાના ચાર સાંસદો રહેલા છે.
્સ્ઝ્રના ૮ નેતાઓનું પ્રતિનિધિમંડળ દ્ગઇઝ્ર ડ્રાફ્ટમાંથી જેમને બેહાલ કરવામાં આવેલા છે તે લોકોને મળવા માટે જઈ રહ્યા હતા. ્સ્ઝ્ર તરફથી આ મુદ્દે સંસદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર પાસે જવાબ માંગ્યો છે. બ્રાયને કહ્યું કે, ્સ્ઝ્રએ નોટિસ આપીને ગૃહમંત્રી રાજનાથ સિંહ પાસે જવાબ માંગ્યો છે અને તેમને હજી સુધી કોઇ જવાબ આપ્યો નથી. અત્રે નોંધનીય છે કે છેલ્લા થોડાં દિવસોથી ્સ્ઝ્ર અને ભાજપ તરફથી આ મુદ્દે નિવદનોની લડાઈ ચાલી રહી છે અને તેના પર આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




