અમદાવાદ,તા.૮
અમદાવાદમાં દિકરી પર બળાત્કાર કરનાર યુવક છુટી જતા પિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આરોપીએ મૃતકની હસી ઉડાવતા મનમાં લાગી આવ્યુ અને આપઘાતનુ અંતિમ પગલુ ભર્યુ. પોલીસે આ ઘટનાને લઈને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સરદારનગરના નોબલનગરમા રહેતા આ મારવાડી પરિવારમા શોક ફેલાયો છે. ઘરના મોભીએ આપઘાત કરી લેતા પરિવાર નિરાધાર બન્યુ છે.
નોબલનગરમા રહેતા જીતેન રાઠોડ નામના શખ્સે આ પરિવારની દિકરીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષકર્મ આચર્યુ હતુ. ત્યાર બાદ દિકરીએ લગ્ન માટે દબાણ કરતા જીતેને સંબંધ તોડી દેતા પરિવારને જાણ થઈ અને તેમણે બે મહિના પહેલા દુષકર્મની ફરિયાદ નોંધાવી હતી.
ન્યાયની આશાથી પોલીસ સ્ટેશન પહોંચેલા આ પરિવારને ન્યાય ના મળ્યો. કારણ કે, બે મહિનામાં જ આરોપી બહાર આવી ગયો. જીતેને બહાર આવીને પીડીત યુવતી અને પિતાને કÌš કે, તમે મારી પર કેસ કરીને શું કરી લીધુ? હુ છુટી ને પાછો આવી ગયો. મારૂ કોઈ કંઈ બગાડી નહી શકે.
આ ઉપરાંત તેમની દિકરી વિશે પણ જાહેરમા અપશબ્દો બોલતા પિતાને મનમા લાગી આવ્યુ અને તેમણે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો. આ ઘટનાથી આખો પરિવાર વિખેરાઈ ગયો અને માંતમ છવાઈ ગયો.
એક દિકરીએ પ્રેમ કરવાની સજા મળી. પ્રેમીએ તો દગો આપ્યો પણ પ્રેમીના અપમાનજનક શબ્દોના કારણે પિતાને પણ ગુમાવી દીધા. આ દિકરી પોતાના પિતાની આત્માની શાંતી માટે જીતેનને સજા થાય તેવી માંગ કરી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


