માંડવીના આમલી ડેમની સપાટી ૧૧૫.૭૫ મીટરને પાર

0
20

સુરત,તા.૮
સુરત જિલ્લામાં માંડવી વિસ્તારમાં આવેલા વરેહ નદી ઉપરના આમલીના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે આમલી ડેમની સપાટી ૧૧૫.૭૫ મીટરે પહોંચી છે. જેને પગલે ડેમનો એક દરવાજા ખોલી દેવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજા ખેલતા નીચેના ભાગે આવેલ ગોડધા ડેમની જળ સપાટી વધી રહી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર હાલ માંડવી તાલુકામાં આવેલા તમામ જળાશયો છલકાઈ ગયા છે. માંડવી તાલુકાના આમલી ગામે વરેહ નદી ઉપર આવેલા આમલી ડેમની સપાટી ઉપવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે ૧૧૫.૭૫ મીટરે પહોંચી છે. જેને પગલે એક દરવાજા ૦.૩૫ મીટર ખોલવામાં આવ્યો છે. ૭૩૫ કન્યુસેક પાણીની આવકની સામે ૭૩૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આમલી ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આમલી ડેમની નીચે વરેહ નદી ઉપર ગોડધા ડેમની પણ જળ સપાટી વધી રહી છે.
આમલી ડેમનો એક દરવાજા ખોલવામાં આવતા ગોડધા ડેમનું કુદરતી સૌંદર્યના ખીલી ઉઠ્યું છે.આ ઉપરાંત માંડવી તાલુકામાં આવેલ ઢાકણી ખાડી ઉપરના લાખી ડેમની સપાટી પણ સપાટી વધી રહી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY