મુંબઈ,તા.૫
બોલિવૂડના સિનિયર મોસ્ટ અભિનેતા અને હરતી ફરતી દંતકથા જેવા કલાકાર દિલીપ કુમાર અંતિમ શ્વાસો લઇ રહ્યા હોવાની વાતો બોલિવૂડમાં વહેતી થઇ હતી.
હાલ દિલીપ કુમાર વાંદરા ઉપનગરની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવરદાના દસમા દાયકામાં આ કલાકાર અત્યંત કૃશ થઇ ચૂક્્યા છે. એમની પેઢીના લગભગ બધા ટોચના કલાકારો વરસો પહેલાં સ્વર્ગસ્થ થઇ ચૂક્્યા છે.
દિલીપ કુમારના એક અત્યંત નિકટના દોસ્તે કહ્યું કે સાયરાબાનુના જીવનમાં દિલીપ કુમાર સિવાય કોઇ નથી એટલે એ કોઇ પણ ભોગે યુસુફસા’બને જીવંત રાખવા પોતાની તમામ બચત ખર્ચી રહ્યા છે. પરંતુ યુસુફસા’બ હવે તો સાયરાને પણ ઓળખતા નથી. એમની આંખો શૂન્ય વત્ થઇ ચૂકી છે. લાઇફ સેવિંગ મશીન દ્વારા એ ભલે જીવતં રહ્યા હોય, અમારી દ્રષ્ટિએ એ હવે હાજર નથી. ડાક્ટરોએ પણ આશા મૂકી દીધી છે અને હાથ ખંખેરી નાખ્યા છે. સાહેબના મોટા ભાગના અવયવો નિષ્ક્રીય થઇ ચૂક્યા છે. પોતાની આસપાસની દુનિયા સાથેના એમના સંપર્કો સાવ તૂટી ચૂક્યા છે. હરવા ફરવાની તો વાત જવા દો. એ બોલી પણ શકતા નથી.
દિલીપ કુમાર હાલ ૯૫ વર્ષના છે. એમને કોઇ સંતાન નથી. એટલે માત્ર સાયરા બાનુ એમની સાથે સતત હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






