લાઇટો બંધ કરી ચોરોએ મંદિર સહિત નવ મકાનોમાં ૧૦ લાખથી વધુની ચોરી કરી

0
11

ડીસા,તા.૩૧
બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીમાં ચોરો બેફામ બન્યા છે અને ઠંડીનો ચમકારો વધતાં જ તસ્કરો પણ સક્રિય થયા છે. ડીસા તાલુકાના રામસણ ગામે રાત્રીના સમયે તસ્કરોએ ગામની લાઇટ બંધ કરી મંદિર સહિત ૯ રહેણાંક મકાનમાં ૧૦ લાખ કરતા વધુની માલમત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતાં જ તસ્કરો પણ સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. આજે ડીસાના રામસણ ગામે પણ રાત્રીના સમયે તસ્કરોએ ગામમાં આવેલ મંદિર સહિત ૯ રહેણાંક મકનોને ટાર્ગેટ બનાવ્યા હતા. પહેલા તસ્કરોએ વાવ થરાદના સરહદી વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હતો. જો કે, રામસણમાં તસ્કરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં તસ્કરોએ ગામની તમામ લાઈટો બંધ કરી એક બાદ એક આમ કુલ નવ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે. વહેલી સવારે જ્યારે લોકોને ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY