ડીસા,તા.૫
બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયા ખાતરની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો છે. યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા રેલવે સ્ટેશન પર ૪૨ હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો ઉતર્યો છે.
કુલ ૧૯ હજાર મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં આવતા હવે યુરિયાની તંગી દૂર થશે. આજે વહેલી સવારે ડિસા રેલવે સ્ટેશન પર યુરિયાનો જથ્થો ઉતાર્યો છે. તે માટે લોડીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૦ જેટલી ખેતીવાડી વિભાગની ટીમો સાથે મળી દરેક તાલુકા મથક સુધી યુરિયા ખાતર પહોંચે તે માટે કામગીરી કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં જ્યારે યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લા માટે આવ્યું છે, ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી દૂર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



