ર૬મી જાન્યુઆરી ર૦૧૯ના ૭૦માં પ્રજાસત્તાક દિનના પર્વની રાજયકક્ષાની ઉજવણી ગુજરાત રાજયના બનાસકાંઠા જીલ્લાના પાલનપુર વડા મથકે રાખવામાં આવેલ.

જેમાં ગુજરાત રાજયના જીલ્લાઓમાંથી અલગ અલગ સુરક્ષા દળના પ્લાટુનો પરેડ સારૂ આવેલા. જેમાં મહેસાણા જીલ્લા તરફથી મહીલા પ્લાટુનનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલ.આ ઉજવણી નિમિત્તે તમામ જીલ્લાઓમાંથી આવેલ પ્લાટુનો દ્રારા પરેડ માર્ચ કરવામાં આવેલ. આ પરેડ માર્ચમાં મહેસાણા જીલ્લાના મહીલા પ્લાટુને એક સરખુ માર્ચ પાસ્ટ કરી ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય દેખાવ કરી રાજયસ્તરે દ્વિતિય (બીજો) ક્રમ મળતા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી દ્વારા ટ્રોફી એનાયત કરવામા આવેલ. મહિલા પોલીસ દ્વારા મહેસાણા જીલ્લા પોલીસ દળનું ગૌરવ વધારેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




