ડિસ્કો તેલનું વેચાણ કરતા વેપારીઓ પર તંત્રની તવાઇ,૬૭ લાખનો જથ્થો કર્યો સીલ

0
744

મોરબી,તા.૩૧
જિલ્લા પૂરવઠા તંત્રને જિલ્લા કલેકટર દ્વારા ભેલસેળીયા તેલમિલરો અને તેલના વેપારીઓના વિરુદ્ધ પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પુરવઠા અધિકારીએ મોરબીની બે તેલની પેઢીઓમાં તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ ૬૧ પામતેલના ડબ્બા મળી આવ્યા હતા. જેને અધિકારીઓએ સીઝ કર્યા હતા. તેલનું પેકિંગ કરતી ધવલ ઓઈલમિલમાં દરોડા પાડીને અધિકારીઓએ ૬૭ લાખ રૂપિયાનો તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અધિકારીઓએ તમામ તેલના સેમ્પલ પણ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, મોરબીના નવાડેલા રોડ પર આવેલા બહુચર ટ્રેડિંગ નામની પેઢીમાં તપાસણી કરતા શંકાસ્પદ જણાતા ધવલ બ્રાન્ડ આર.બી.ડી. પામતેલના ૪૧ ડબ્બા સિઝ કરવામાં આવ્યા હતા. બાદમાં આ તપાસનો દૌર આગળ વધતા મોરબીના ગાંધીચોકમાં આવેલ દ્વારકાદાસ અવચરની ધવલ એન્ટરપ્રાઇઝમાં રેડ કરી અહીંથી પણ પામતેલના ૧૭ ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન જિલ્લા કલેક્ટરના કડક આદેશને પગલે જિલ્લા પૂરવઠા તંત્રએ આ તપાસનો આગળ ધપાવી રાત્રીના અરસામાં મોરબીના શÂક્ત સનાળામાં રાજપર રોડ પર આવેલ ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પડ્યો હતો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને નમૂના લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, પુરવઠા વિભાગ દ્વારા ઓઇલ મિલમાં રહેલા જુદા-જુદા ખાદ્યતેલનો ૬૭ લાખથી વધુનો જથ્થો સીઝ કરવા હુકમ કર્યો હતો.
વધુમાં ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગ અને મામલતદાર મોરબીએ પામ તેલ, કપાસિયા તેલ, સોયબીન તેલ, સનફલાવર તેલ, મકાઈ તેલ અને સીંગતેલ સિઝ કરી આવશ્યક ધારો ૧૯૭૭ હેઠળ ધવલ ઓઇલ મિલના સંચાલક સમીર દ્વારકાદાસ ચતવાણીના ગોડાઉનમાં પડેલ તમામ જથ્થો સિઝ કરી યથાવત સ્થિતિ ઝાળવી રાખવા હુકમ કર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY