જૂનાગઢ,તા.૩૧
જૂનાગઢ તાલુકાના ગલીયાવાડ ગામ ખાતે શુક્રવારે મોડી રાત્રે જૂથ અથડામણમાં દસ લોકોને ઈજા પહોંચી છે. મળી રહેલી માહિતી પ્રમાણે દુકાનનો કબજા મેળવવા માટે અહીં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના ગલીયાવાડ ગામમાં એક જ કોમને બે જૂથો સામસામે આવી ગયા હતા. જૂથ વચ્ચે ધોકા-પાઇપ જેવી વસ્તુઓ સાથે મારામારી થઈ હતી. મારામારી દરમિયાન ૧૦ લોકોને ઈજા પહોંચી હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મારામારીને કારણે ૧૦ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. અમુક લોકોના હાથ-પગ તો અમુકને માથામાં ઈજા પહોંચી હતી. નાના એવા ગામમાં મારામારીના સમાચાર બાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતાં નાના એવા ગામમાં સોપો પડી ગયો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે એક દુકાનનો કબજા મેળવવાની વાતમાં આ અથડામણ સર્જાઈ હતી. એવી પણ માહિતી મળી છે કે આ દુકાનમાં રાત્રે અમુક યુવકે ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા જેને લઈને બે જૂથ મારામારી પર આવી ગયા હતા. ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



