દિલ્હીમાં કચરામાંથી વર્ષે રૂ.૭૦૦ કરોડની કમાણી થઈ શકશે

0
11

જર્મન ટેક્નિકથી અહીં ત્રણ એકર જમીન પર એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાશે
ન્યુ દિલ્હી,તા.૪
લગભગ ૬૦ મીટરની ઊંચાઇ સુધી પહોંચી ચૂકેલી ગાઝીપુર લેન્ડફિલ્ડ સાઇટનો ૧૪૦ લાખ મેટ્રિક ટન કચરો હવે ઇસ્ટ એનસીડી માટે કરોડો રૃપિયા કમાવાનું સાધન બની ગયું છે. જર્મન ટેકનિકથી અહીં ત્રણ એકર જમીન પર એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાશે, જેનાથી જૂના કચરામાંથી આવતા વર્ષે માર્ચથી વીજળી-પાણી અને ફ્યૂઅલ બનવા લાગશે. તેનાથી ઇસ્ટ એનસીડીને લગભગ રૂ.૭૦૦ કરોડની આવક થશે.
ઇસ્ટ એનસીડી અને એજી ડોટર વેસ્ટ પ્રોસેેસિંગ પ્રા. લિ. કંપનીની વચ્ચે શુક્રવારે તેને લઇ એક એમઓયુ સાઇન થયા. તેનાથી કંપની ૪,૪૮૦ કરોડના ખર્ચથી ગાઝીપુરમાં જ પોતાનો પ્લાન્ટ લગાવશે. જ્યારે ઇસ્ટ એનસીડી તેને માત્ર ત્રણ એકર જમીન અને લેન્ડફિલ્ડ સાઇટ પર પડેલો કચરો ઉપલબ્ધ કરાવશે.
કમિશનર ડો. રણવીરસિંહે જણાવ્યું કે ગાઝીપુર લેન્ડફિલ્ડ સાઇટના કચરાને ખતમ કરવા માટે તેમણે પ્રસ્તાવ મંગાવ્યા હતા. કમિશનરના જણાવ્યા મુજબ આ એક પાઇલટ પ્રોજેકટ છે, જે હેઠળ નવી ટેકનિક સ્થાપિત કરવામાં આવી રહી છે. કંપની હાલમાં રોજ ર૦૦ મેટ્રિક ટન કચરાનો ઉપયોગ કરશે, જેનાથી પ૦ મેગાવોટ વીજળી બનાવવાનો દાવો કરાયો છે, તેમાં કંપની રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરશે.
એક વર્ષ બાદ રિવ્યૂ કરાશે. જો રિઝલ્ટ સારું આવશે તો કોન્ટ્રાક્ટને ર૧ વર્ષ સુધી વધારી દેવાશે. ત્યારબાદ રોજ ૧પ૦૦ મેટ્રિક ટન કચરો ટ્રીટ થશે, જેનાથી પ૬૦ મેગાવોટ વીજળી ઉત્પાદિત થશે.
કંપની તરફથી ઇસ્ટ એનસીડીને આ કમાણીના ત્રણ ટકા મળશે, જે મહિને લગભગ પપ કરોડ જેટલા હશે. કંપનીના જણાવ્યા મુજબ તેમાં કોઇ ધુમાડો પણ નહીં થાય અને રાખ પણ નહીં બચે અને તમામ કચરો વીજળી-પાણી તેમજ ફ્યૂઅલમાં કન્વર્ટ થઇ જશે. ફ્યૂઅલનો અર્થ છે-ડીઝલ, સીએનજી, પીએનજી અને જેટ ફ્યૂઅલ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY